મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારત માતા મંદિરનો તૃતીય પાટોત્સવ યોજાયો


SHARE







મોરબીની સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારત માતા મંદિરનો તૃતીય પાટોત્સવ યોજાયો

મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારત માતા મંદિરનો તૃતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને બે દિવસ સુધી જુદા જુદા કાર્યક્ર્મ યોજાયા હતા જેમાં તા ૨૮ ના રોજ યુવતીઓનું સંમેલન રાખવામા આવ્યું હતું જેમાં "દીકરીઓ સાવધાન" વિષય ઉપર કનુભાઈ કરકર દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કંચનબેન ભૂત દ્વારા પોતાના સંતાનની સંભાળ કેવી રીતે રાખવી અને માતાની ફરજ કેવી રીતે બજાવવી તેની માહિતી આપવામાં આવી હતી આ તકે રંજનબેન મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ રાત્રે સમાજ શ્રેષ્ઠિઓનું સંમેલન મળ્યું હતું જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ  દેથરીયા તેમજ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને કનુભાઈ કરકર દ્વારા "સફળ જીવનનો આધાર શ્રેષ્ઠ ચિંતન" વિષયની માહિતી આપવામાં આવી હતી અને તા ૨૯ ના રોજ તૃતીય પાટોત્સવ નિમિત્તે યજ્ઞ શાળામાં યજ્ઞ તથા બાવન શક્તિપીઠની પૂજા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ "વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ" એ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિશુવાટીકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કનુભાઈ કરકર, કર્તવ્ય જીવદયા કેન્દ્રના પ્રમુખ વિશ્વભાઈ કોરીંગા તેમજ યુવા આર્મી ગ્રુપના પ્રમુખ પિયુષભાઈ બોપલિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું






Latest News