ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચપર પાસે સગા ભાઈની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીના ચાંચપર પાસે સગા ભાઈની હત્યા કરનારા આરોપીની ધરપકડ

મોરબીના ચાંચપર ગામ નજીક યુવાનની હત્યા કરેલ લાશ મળી આવી હતી જે બનાવમાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે અને હત્યાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે જેમાં મૃતક યુવાને તેની જ જનેતા સાથે ખરાબ કૃત્ય આચરવાની કોશિશ કરી હતી જેથી તેને તેના જ સગાભાઈએ તેને મારી નાખ્યો હતો અને તે સમયે ત્યાં હાજર રહેલા મૃતક અને આરોપીના મિત્રની ફરિયાદ લઈને પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ચાંચપર ગામે વોકળામાંથી યુવાનની લાશ મળી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે અને મૃતક યુવાનની હત્યા તેના જ સગા ભાઈએ કરી છે તેવું સામે આવ્યું છે જે બનાવમાં હત્યા કરનારા શખ્સની સામે મૃતક અને હત્યારાના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સામે ફરિયાદ નોંધાવી છેજેમાં તેને જણાવ્યુ છે કે, આનંદ અશોકભાઈ મીશ્રા રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ- વૈભવપોલીવીવકારખાનામાંથોરાળા ગામની સીમ વાળાએ તેના સગા ભાઈ રાજન મિશ્રાની હત્યા કરેલ છે વધુમાં જણાવ્યુ છે કે, આનંદ મિશ્રા અને રાજન મિશ્રા તેની સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલા રાજન બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં રહેતા હતા. જો કે, રાજન મિશ્રા ચોરી ચપાટી કરતો હતો અને તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી હતી દરમ્યાન થોડા સમય પહેલા રાજેશઆનંદ અને રાજન ત્રણેય ચાંચપર ગામ તરફ ગયા હતા જ્યાંથી ચીકન લઈ પરત આવતા હતા ત્યારે રસ્તામાં વોકળામા ચિકન ખાવા બેઠા હતા ત્યારે આનંદ મિશ્રાએ તેના સગા ભાઈ રાજનને સફેદ કપડાથી ગળેટૂંપો આપ્યો હતો અને વોકળામા ભરેલ પાણીમા ડુબાડીને તેની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ ફરિયાદીને હત્યારા આનંદે એવી ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહીશ તો તારા હાલ પણ આવા કરીશ જેથી તેને કોઈને કહ્યું ન હતું અને ત્યાર બાદ પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ નોંધાવી છે જેનો પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખીને પોલીસે આરોપી આનંદ ઉર્ફે અશોકભાઈ પ્રેમકિશોર મીશ્રા (૨૬) રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ રહે વૈભવપોલીવેકારખાનામાંથોરાળા ગામની સીમ વાળાની ધરપકડ કરલે છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News