ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીના ટિંબડી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ટાટાના શોરૂમની સામેના ભાગમાંથી બાઈક લઈને રોડ ક્રોસ કરી રહેલા યુવાનના બાઈકને ટ્રક કન્ટેનરમાં ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાને માથા અને શરીરે ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક કન્ટેનરનો ચાલક પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો. જેથી મૃતક યુવાનના દીકરા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે ટાટાના શોરૂમની બાજુમાં કિરીટભાઈ શિવલાલભાઈના નવા બનતા શોપિંગ સેન્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ રામુભાઈ ચૌહાણ જાતે ભીલ આદિવાસી (૨૦) એ હાલમાં ટ્રક કન્ટેનર નં. જીજે ૧૨ એવાય ૩૦૯૫ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા રામુભાઈ ભંગડાભાઈ ચૌહાણ જાતે ભીલ આદિવાસી (૩૮) પોતાનું બાઈક નંબર એમપી ૪૬ એમપી ૫૭૪૮  લઈને ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ ટાટાના શોરૂમ પાસેથી રોડ ક્રોસ કરીને જઇ રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના પિતા રામુભાઇને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક કન્ટેનરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલ યુવાનના દિકરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News