મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ


SHARE







વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. દ્વારા તેમની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદાર યાદી પ્રાંત કચેરી, તાલુકા સેવા સદન બીજો માળ રાજકોટ રોડ વાંકાનેર, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ શોભેશ્વર રોડ મોરબી,  અને શ્રી વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરી દાણાપીઠ વાંકાનેર ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ મતદારયાદી અન્વયે દાવા-વાંધાઓ ૨૭/૦૧/૨૦૨૩ સુધીમાં વાંકાનેર પ્રાંત કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. જે દાવા-વાંધાઓનો વાંકાનેર પ્રાંત કચેરી ખાતે ૦૩/૦૨/૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે. આ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધી  ૦૬/૦૨/૨૦૨૩ ના રોજ પ્રાંત કચેરી, તાલુકા સેવા સદન બીજો માળ રાજકોટ રોડ વાંકાનેર, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ શોભેશ્વર રોડ મોરબી,  અને શ્રી વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરી દાણાપીઠ વાંકાનેર ખાતે કરવામાં આવનાર છે તેવું ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વાંકાનેરની યાદીમાં જણાવાયું છે.






Latest News