સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું મોત


SHARE





ટંકારાના હમીરપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું મોત

ટંકારા તાલુકાના હમીરપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની દીકરીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટા ઉદયપુર જિલ્લાના કાકળતા ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હમીરપર ગામે ભુદરભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રેમતાભાઈ ધાણક ની ૨૫ વર્ષની દીકરી ઝીણીબેને વાડીએ હતી ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ શ્રીનાથજી પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા નમિતાબેન દેદરીજના તદગુપ્તા (૩૩) અને પ્રશાંતદાસ મસાલીદાસ તદગુપ્તા (૪૦) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તે બંને ઇજા ગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News