મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી !


SHARE







મોરબી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી !

મોરબીના આસપાસના વિસ્તારમાં 1000 જેટલા નાના મોટા સીરામીકના કારખાને આવેલા છે તેમજ અન્ય કારખાનાઓ આવેલા છે જેમાં હજારો લોકો નાના મોટા વાહનો લઈને નોકરી ધંધા માટે અવરજવર કરતા હોય છે તેની સાથો સાથ માલવાહક વાહનોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને દિવસ દરમિયાન કોઈને કોઈ વિસ્તારની અંદર જીવલેણ અકસ્માત સર્જાય તેવો ઘાટ મોરબી જિલ્લાના મોરબી આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબી પોલીસ વિભાગ દ્વારા 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પોલીસ ચોકીએ ટ્રાફિક સપ્તાહની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ડીવાયએસપી ગોસ્વામી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ મોરબી સિરામિક એસોસિયેશનના માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા સહિતના નગરજનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા રોજિંદા ટ્રાફિકના લીધે સર્જાતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મોરબી મોરબીવાસીઓને વાહન ચલાવતા સમયે કાર ચલાવતા હોય તો સીટબેલ્ટ બાંધવા અને બાઈક ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવા માટે થઈને અપીલ કરવામાં આવી હતી અને ખાસ કરીને ઓવર સ્પીડ વાહન ચલાવવાના કારણે ઘણી વખત જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે પોતાની અને અન્ય વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને લોકો પોતાના વાહનો લઈને માર્ગ ઉપરથી અવર-જવર કરે તેના માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો અને ઘણા બધા લોકોને આજે ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડ કરવાના બદલે ફુલ આપીને ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે






Latest News