વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી


SHARE







ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી

ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત હેઠળ ગરવી ગુજરાત પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ મોરબી જિલ્લા માં આવી પહોંચ્યા.જેમાં ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી નટવરસિંહ ઠાકોર તથા પ્રદેશ ની ટીમ સાથે રહીને અનેક જિલ્લાઓમાં જન સ્વાભિમાન મુલાકાત કરવામાં આવી.સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી, પ્રદેશની ટીમમાં શંકરજી વનાજી ઠાકોર, ભૂપતસિંહ ઠાકોર, નરેન્દ્રસિંહ ઝાલા વગેરે પ્રદેશની ટીમ પણ હાજર રહ્યા હતા.

ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત અંતર્ગત   મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં  આણંદપર ગામે મિટિંગ કરવા માં આવી હતી. અને નવા હોદ્દદારોની નિમણૂંક કરવામાં આવી તથા જેમાં વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે જયંતીભાઈ ઉઘરેજા , વાંકાનેર તાલુકા ઉપપ્રમુખ ચંદુભાઈ કુકાવા ની નિમણુંક કરવામાં આવી.  અને રફાળેશ્વર ના વેલનાથપરા ની જન સ્વાભિમાન મુલાકાત કરવા માં આવી હતી. ત્યાં ની જનતા ની વાસ્તવિક પરિસ્થિતિ જાણી. ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા અને આવનારી ચૂંટણી-૨૦૨૨ માં વિધાનસભાની સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.




Latest News