મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

ફટકડીના શોખીનો સાવધાન: હળવદમાં લાઇસન્સ વાળી પિસ્તોલ ઘરે સાફ કરતા સમયે ફાયરિંગ થતાં કારખાનેદારનું મોત 


SHARE







ફટકડીના શોખીનો સાવધાન: હળવદમાં લાઇસન્સ વાળી પિસ્તોલ ઘરે સાફ કરતા સમયે ફાયરિંગ થતાં કારખાનેદારનું મોત 

મોરબી જિલ્લાના હળવદમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં પોતાના ઘરે યુવાન પિસ્તોલ સાફ કરતો હતો ત્યારે તેમાંથી ફાયરિંગ થઈ ગયું હતું જેથી ઈજા પામેલ યુવાનને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે યુવાનનું મોત નીપજયું હતુ જેથી મૃતક યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને આ બનાવની હાલમાં હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં બંસીધર ઓઇલ મીલ ધરાવતા અને હળવદમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ જાતે આહિર (ઉંમર ૪૬) ને પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ થઈ જતા ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર માટે અમદાવાદ લઈને જતાં હતા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ પોતાના ઘરે હતા ત્યારે તે પોતાની પિસ્તોલ સાફ કરી રહ્યા હતા દરમિયાન તેમાંથી ફાયરિંગ થઈ ગયું હોવાથી તેને માથાના ભાગે ઈજા થઈ હતી માટે તેને સારવારમાં અમદાવાદ લઈને જતા હતા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક લખમણભાઇ વરુના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે હાલમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News