મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુનગરમાં વીજ શોક લગતા ગાયનું મોત


SHARE







મોરબીના મચ્છુનગરમાં વીજ શોક લગતા ગાયનું મોત

મોરબીના મચ્છુનગર પાસે પીજીવીસીએલના થાંભલા નજીક વીજ વાયરને ગાય અડી ગઈ હતી જેથી કરીને તે ગાયને વીજ શોક લાગ્યો હતો અને ગાયનું મોત નીપજ્યું હતું જેથી માલધારી દ્વારા આ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુનગરમાં રહેતા મોતીભાઈ સુરેશભાઈ પરસાણીયા જાતે ભરવાડ (૨૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસને જાણ કરી હતી કે મચ્છુનગરમાં કેનાલ પાસે પીજીવીસીએલના થાંભલા નજીક ગાય હતી ત્યારે વીજ વાયરને ગાય અડી જતાં તેને શોક લાગ્યો હતો અને ગાયનું મોત નિપજ્યું હતું જેથી કરીને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતો હિતેશ દેવજીભાઈ મુછડીયા (૩૨) નામનો યુવાન નજરબાગ પાસે મેલડી માતાજીના મંદિર નજીક હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હિતેશ મુછડીયાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News