ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી એસઓજીએ કારખાનાના ગેઇટ પાસેથી બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સને દબોચ્યો


SHARE







મોરબી એસઓજીએ કારખાનાના ગેઇટ પાસેથી બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સને દબોચ્યો

મોરબી એસોજીના સ્ટાફને મળેલ બાતમી આધારે લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાના ગેટ પાસેથી એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો અને તે ઈસમ કોઈપણ જાતના લાયસન્સ વિના બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવતો હોવાનું ધ્યાન ઉપર આવતા તેના સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબી તાલુકાના લખધીરપુર રોડ જતા રસ્તે આવેલ ગ્રીન સિટી સિરામિકના ગેટ પાસેથી એસોજીના સ્ટાફે બાતમીના આધારે અનિલકુમાર દેશરાજ યાદવ (૨૩) ધંધો પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી હાલ રહે સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘૂટું રોડ મોરબી મૂળ રહે મલડે ગામ લાલગંજ રાયબરેલી ઉત્તરપ્રદેશ વાળા ને પકડ્યો હતો અને તે કોઈપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વિના એક વ્યક્તિને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખીને છેલ્લા ત્રણ માસથી લાયસન્સ વગર જ સિક્યુરિટી એજન્સી ચલાવતો મળી આવ્યો હતો જેથી પોલીસે પ્રાઇવેટ સિક્યુરિટી એક્ટ ૨૦૦૫ ની કલમ ૪(૨૦) ૧  મુજબ અનિલકુમાર યાદવ સામે ગુનો નોંધ્યો હતો અને હાલ આગળની તપાસ અર્થે તેને તાલુકા પોલીસ હવાલે કરાતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ જીજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.






Latest News