સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા નજીક હોટલ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી


SHARE





ટંકારા નજીક હોટલ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા ગામથી આગળ આવેલ હોટલ પાસે અજાણ્યા પુરુષની લાશ પડી હતી તે અંગેની જાણ થતા ૧૦૮ મારફતે લાશને ટંકારા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગે હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ નજીક ખજૂરા હોટલ પાસે કોઈ અજાણ્યા પુરુષ પડ્યો હોવાની ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ૧૦૮ ની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને હોટલ પાસે પડેલ વ્યક્તિ મૃત્યુ પામેલ હોય તેને ૧૦૮ મારફતે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક વ્યક્તિએ ભૂખરા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે અને જમણા હાથની કલાઈ ઉપર દિલ તથા મોર ત્રોફ આવેલ છે જેથી આવી નિશાની વાળા કોઈ વ્યક્તિ ગુમ થયેલ હોય તો તેના પરિવારે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા જણાવ્યું છે

દેશીદારૂ

મોરબી તાલુકાના ધૂળકોટથી આમરણ તરફ જવાના રસ્તે કારખાનાની પાછળના ભાગમાં બાવળની કાંટમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ ૧૦ લીટર તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૫૦ લીટર આથો કબ્જે કર્યો હતો અને પોલીસે કુલ મળીને ૧૧૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, આ માલ ગફારભાઈ જુમાભાઈ લાખા જાતે ડફેર રહે ધુળકોટ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News