મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો: સ્યૂસાઇડ નોટ મળી


SHARE







હળવદના નવા માલણીયાદ ગામે ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો: સ્યૂસાઇડ નોટ મળી

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા વૃદ્ધ શેરીમાંથી હતા ત્યારે શેરીમાંથી પસાર થતાં ટ્રેક્ટરની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના ઉપરથી ટ્રેકટરના તોતિંગ વ્હીલ ફરી ગયા હોવાથી તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં મૃતકે લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવી છે જેમાં નવ વ્યાજખોરો દ્વારા તેના જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાથી તેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી મૃતકના પરિવારજનોએ હળવદ પોલીસ સ્ટેશન્મા ફરિયાદ માટે અરજી કરેલ છે જો કે, હજુ સુધી ફરિયાદ નોંધાયેલ નથી 

હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૫૬) પોતાના ઘર પાસે હતા ત્યારે તેઓની શેરીમાંથી ટ્રેક્ટર ટ્રૉલી સાથે પસાર થઈ રહયું હતું ત્યારે મોબાઇલ ઉપર વાત કરતા કરતા સીધા જ તેને ટ્રેક્ટરની આડે પડતું મુક્યુ હતું અને ત્યારે તેના શરીર ઉપરથી ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક જયંતીભાઈના ભાઈ ભરતભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૪૨)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતકે લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવી છે જેથી કરીને તે સ્યૂસાઇટ નોટ  સાથે પોલીસને મૃતકના પરિવારજનોએ અરજી કરી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને વધુમાં મૃતકા વૃદ્ધના પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ સ્યૂસાઇટ નોટમાં કુલ મળીને નવ શ્ખ્સોના નામ લખવામાં આવ્યા છે તે તમામની સામે ગુનો નોંધવામાં આવે તેવી મૃતકના પરિવાજનોએ માંગ કરી છે 






Latest News