મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આમરણ સહીતના છેવાડાના વિસ્તારમાં શિયાળુ પાક માટે પાણી છોડવાની ઉગ્ર માંગ સાથે ખેડુતોનું કચેરીએ હલ્લાબોલ


SHARE







મોરબીમાં આમરણ સહીતના છેવાડાના વિસ્તારમાં શિયાળુ પાક માટે પાણી છોડવાની ઉગ્ર માંગ સાથે ખેડુતોનું કચેરીએ હલ્લાબોલ

મોરબી જિલ્લામાં આવેલ ડેમી-૩ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માંગ સાથે આજે આમરણ ગામના ખેડૂતો કાર્યપાલક ઇજનેરી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પાણી આપો પાણી આપવાના સૂત્રોચાર કર્યા હતા અને ત્યારબાદ ખેડૂતોએ સિંચાઈ વિભાગના અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ચાર દરવાજાને બે ફૂટે એક સાથે ખોલવામાં આવે તેવી માન કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં આવેલ ડેમી-૩ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માંગ સાથે આજે આમરણ ગામના ખેડૂતો કાર્યપાલક ઇજનેરી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પાણી આપો પાણી આપવાના સૂત્રોચાર કર્યા હતા અને ત્યારબાદ ખેડૂતોએ સિંચાઈ વિભાગના અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ચાર દરવાજાને બે ફૂટે એક સાથે ખોલવામાં આવે તેવી માન કરવામાં આવી છે.મોરબી જિલ્લામાં આવતા ૧૦ ડેમમાંથી ડેમી-૩ ડેમ કે જેમાંથી આમરણ સુધીના ગ્રામ્ય વિસ્તારોને શિયાળુ પાક લેવા માટે થઈને સિંચાઈનું પાણી આપવામાં આવતું હોય છે આ ડેમોમાંથી પૂરતા ફોર્સ સાથે પાણીનો જળ જથ્થો છોડવામાં આવે તેવી માંગ અઠવાડિયા પહેલા આમરણ ગામના ખેડૂત અને ખેડૂત આગેવાનો દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીને કરવામાં આવી હતી તેમ છતાં પણ પૂરતા ફોર્સ સાથે પાણી છોડવામાં આવ્યું ન હતું જેથી કરીને છેવાડાના ગામ સુધી પાણીનો જળ જથ્થો પહોંચતો ન હોવાના કારણે ખેડૂતોને તેના પાક તેની નજર સામે મૂરજાતા હોય તેવું જોવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને આજે આમરણ પંથકના ખેડૂતો મોરબીના લાલબાગ ખાતે આવેલ સિંચાઈ વિભાગના અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યારે ઉગ્ર રજૂઆત કરીને ખેડૂતોને ડેમી-૩ ડેમમાંથી પૂરતા ફોર્સ સાથે પાણીનો જથ્થો સિંચાઈ માટે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને કોયલી ગામના તત્વો દ્વારા ડેમના પાટિયા ન ખોલવા દેવામાં આવતા હોવાનો અણીદાર આક્ષેપ કર્યો હતો જોકે ખેડૂતો દ્વારા હાલમાં ચાર પાટિયાને એકી સાથે બે ફૂટ સુધી ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેથી કરીને સિંચાઈ વિભાગના અધિકારી એ.કે.સાવલીયા દ્વારા ખેડૂતોની માંગણી અને લાગણી મુજબ ૩૦ એમસીએફટી પાણીનો જથ્થો જે છોડવાનો છે તે ચાર દરવાજા એકી સાથે ખોલીને છોડવામાં આવશે તેવી ખાતરી આપી છે.આ તકે આમરણના ખેડુત આગેવાન અરવિંદભાઇ કાસુન્દ્રા, મહેશભાઇ, સુરેશભાઇ કાસુન્દ્રા સહીતના મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.






Latest News