મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને દોરડા વડે અંતિમ પગલું ભરવા પ્રયાસ કર્યો : બેભાન હાલતમાં સારવારમાં


SHARE







મોરબીમાં યુવાને દોરડા વડે અંતિમ પગલું ભરવા પ્રયાસ કર્યો : બેભાન હાલતમાં સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ચોકડી પાસે રહેતા યુવાને તેના ઘેર કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો જોકે તેનો ભાઈ જોઈ જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ચોકડીની બાજુમાં રહેતો અજય ગોરધનભાઈ તરવાડીયા નામનો ૩૦ વર્ષનો યુવાન તેના ઘેર કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઈ ગયો હતો તે દરમિયાન તેનો નાનો ભાઈ જોઈ જતા તેણે અજયને નીચે ઉતારીને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડ્યો હતો હાલ અજયભાઈ બેભાન હાલતમાં વેન્ટિલેટર ઉપર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વ્યાજના વીસ ચક્રમાં દવા પી જતા સારવારમાં

મૂળ પોરબંદરનો અને હાલ મોરબીના સેન્ટ મેરી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો ભૂપેન્દ્ર લાલજીભાઈ પુરાણી નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર ચોલામંડલમ ફાઇનાન્સ ઓફિસ નજીક કોઈ લિક્વિડ પી ગયો હતો જેથી કરીને તેને સિવિલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ હાથ ધરી હતી તેઓ પાસેથી મળતી વિગત અને યુવાનના સંબંધીઓ પાસેથી મળતી માહિતી મુજબ તેને જરૂર પડી હોય પૈસા વ્યાજે લીધા હતા અને તેના વ્યાજના ચક્રમાં હાલ સામેવાળા દ્વારા દબાણ કરવામાં આવતું હોય તે વાતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોકચ પગલુ ભર્યું હતું અને હાલ તેને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News