મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ત્રણ આરોપી જામીન મુક્ત


SHARE







મોરબી નજીકથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ત્રણ આરોપી જામીન મુક્ત

મોરબીના લાલપર ગામ પાસે ઘરમાંથી પોલીસે ૬ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને આં આરોપીઓએ તેના વકીલ મારફત મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને તેમાં આરોપીઓના વકીલે કરેલ દ્લિલને ધ્યાને લઈને કોર્ટે ત્રણેય આરોપીઓના શરતી જામીન મંજુર કર્યા છે

મોરબી નજીકના લાલપર ગામે અજંતા એપાર્ટમેન્ટના ફ્લેટમાં પોલીસે ગાંજાની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ગાંજાના જથ્થા સાથે અમિત શ્રીશાશું તિવારી રહે. હાલ જાંબુડિયા (બિહાર), વિનોદ મનોજરાય યાદવ અને વિવેશ વશિષ્ઠ નારાયણ મિશ્રા રહે. બંને હાલ લાલપર (બિહાર) વાળા મળી આવ્યા હતા અને તેની પાસેથી ૬ કિલો ૧૨૧ ગ્રામના ગાંજાના જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ આરોપીઓના વકીલ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ.) તથા સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ મનીષભાઈ ઓઝાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને દલીલ કરી હતી તેને ધ્યાને લઈને મોરબી કોર્ટે ત્રણેય આરોપીઓને ૧૦,૦૦૦ ના શરતી રેગ્યુલર જામીન આપ્યા છે આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષભાઈ ઓઝા તથા મેનાઝ પરમાર રોકાયેલ હતા






Latest News