મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા સપ્તાહ કરાશે ઉજવણી


SHARE







મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા સપ્તાહ કરાશે ઉજવણી

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઊર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા આગામી તા.૧૪ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિના અભિયાન/કાર્યક્રમ યોજવામાં આવશે.


આ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરના માણસોની જાગૃતિ માટે આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમો અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, સલામતીના સૂત્રો તેમજ વૃક્ષારોપણ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ, શાળા/કોલેજના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ નું આયોજન કરેલ છે. વધુ માં તા.૨૦/૧૨ ના રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરેલ છે. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા જનજાગૃતિ અંગેનું આયોજન કરવામાં આવેલ હોવાનું મોરબી પીજીવીસીએલ, વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર બી.આર. વડાવિયાએ જણાવેલ છે





Latest News