મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી મમુદાઢી હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીના ચકચારી મમુદાઢી હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

વર્ષ ૨૦૨૧ માં મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી આ ગુનામ ચાર આરોપીઓને પકડવાના બાકી છે જેથી કરીને તેને પકડવા પોલીસ તજવીજ કરી રહી હતી દરમ્યાન આ ગુનામાં પોલીસે ફરાર આરોપીની મોરબીની લીલાપર ચોકડી પાસેથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગત તા. ૮/૯/૨૦૨૧ ના રોજ કાર ઉપર ફાયરિંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી જે ચકચારી હત્યા કેસમાં પાછળથી પોલીસે ગુજસીટોકનો ઉમેરો કર્યો હતો અને આ ગુનામ પહેલા પોલીસે કુલ મળીને ૧૪ આરોપીને ઝડપી લીધા હતા જો કે, ચાર આરોપીને પકડવાના બાકી છે જેથી કરીને તેને પકડવા માટે પોલીસે તજવીજ કરી રહી છે તેવામાં ગુજ્સીટોક સ્પેશ્યલ કોર્ટ રાજકોટ ખાતે ચાર્જ સીટ કરવામાં આવી હતી અને આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કોર્ટ તરફથી વોરંટ ઇશ્યૂ કરવામાં આવેલ જેથી ચારેય આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમના સંજયભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગશીયાને બાતમી મળી હતી તેના આધારે મોરબીની લીલપર ચોકડી પાસેથી પોલીસે આ ગુનામાં નાસતા ફરતા ચાર આરોપીઓ પૈકીનાં આરોપી હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર જાતે ફકીર રહે. વજેપર મેઈન રોડ દરગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને સોપવામાં આવ્યો છે આ ગુનામાં હજુ આરીફ મિર સહિત કુલ ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે વધુમાં પોલીસના કહેવા મુજબ હાલમાં પકડાયેલ આરોપી ઉપર મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને હત્યા અને ગુજસીટોક ઉપરાંત મારામારી, ધમકી સહિતના ચાર ગુના નોંધાયેલ છે આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે.જે. ચૌહાણ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજા તેમજ એલસીબી, પેરોલ ફર્લો અને ટેકનીકલ ટીમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News