મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ભાજપના વિજેતા ઉમેદવાર અને લોકલાડીલા નેતા કાંતિભાઈ અમૃતિયાની પરિણામ જાહેર થયા બાદ રાત્રે સભા યોજાઈ હતી તેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને ટેકેદારો હાજર રહ્યા હતા ત્યારે ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયાએ મહેન્દ્રનગર ચોકડી પાસે બનનારા ઓવરબ્રિજને લઈને લોકોની સુવિધામાં વધુ વધારો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવી પાણીદાર ખાતરી આપી હતી અને આ તકે તેમણે મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે મોટા માણસને મતદારો આંટી ગયા તેવો ઘાટ મહેન્દ્રનગર ગામ સહિત મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ઊભો કર્યો છે જે ઋણ હું ક્યારેય ભૂલીશ નહીં અને ખાસ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં કાંતિભાઈ મચ્છુ નદીમાં ઝુલતો પુલ તૂટ્યો ત્યારે છબછબીયા કરતા હતા તેવું કહ્યું હતું તેવું બોલનારા શખ્સોને શોધી લાવો અને ચાર કલાક ઈ ગટરના પાણીમાં તે છબછબિયા કરશે તો તેને હું રૂપિયા આપીશ તેવું પણ કહ્યું હતું






Latest News