મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા “આપ” દ્વારા દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને લઇ તાત્કાલિક પગલાં લેવા રાજ્યપાલ-મુખ્યમંત્રીને રજુઆત


SHARE











મોરબી જિલ્લા “આપ” દ્વારા દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને લઇ તાત્કાલિક પગલાં લેવા રાજ્યપાલ-મુખ્યમંત્રીને રજુઆત

ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આ વર્ષે ખુબ કફોડી છે. પહેલા તૌકતે વાવાઝોડાએ વિનાશ વેર્યો, હવે વરસાદ હાથ-તાળી દઈ રહ્યો છે. મોટાભાગના ડેમ અને તળાવો ખાલીખમ્મ છે. પથરાળ વિસ્તારોમાં વાવાઝોડાના માવઠા અને આગોતરા વરસાદે જે તળ વધ્યા હતાએ હવે છેડે આવી ગયા છે. એકધારા વાદળછાયા વાતાવરણને કારણે જીવાતના ઉપદ્રવે દવા ખર્ચમાં વધારો કર્યો, મોંઘા ભાવના ડીઝલ બાળ્યા પછી હવે પાક મરી પરવાર્યો છે. જેના અનુસંધાને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ પર આંકડા કહે છે કે, જૂન-જુલાઈ-૨૭ ઓગસ્ટ સુધીની - જિલ્લાવાર વરસાદની ટકાવારી ખુબ ચિંતાજનક છે.  આંકડાઓ અનુસાર ગુજરાતના ૫ વિસ્તારોમાં ૨૭ ઓગસ્ટ સુધીમાં કચ્છમાં સરેરાશ ૩૧.૭૪ %, ઉત્તર ગુજરાતમાં ૩૧.૯૮ %, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૭.૯૩ %, સૌરાષ્ટ્રમાં ૩૭.૦૫ % અને દક્ષિણ ગુજરાતમાં ૫૧.૩૧ % વરસાદ થયો છે. એટલે કે રાજ્યમાં વરસાદની ૩૦ વરસની સરેરાશ સામે આ વર્ષે વરસાદની ૫૮.૨૯  % ની ઘટ છે. આમ આદમી પાર્ટી-ગુજરાતની સરકાર પાસે સાફ માંગણી છે કે, સરકાર પાસે હાલ જે યોજનાઓ છે તેનો વખતસર અમલ શરુ કરે, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂર પડે તો નવી યોજનાઓ બનાવી તાત્કાલિક અમલ શરૂ કરે.

જે યોજનાઓ છે તેમાં એસડીઆરએફમાં ખેડૂતોના ખેતરે ખેતરે સર્વે કરાવીને હેક્ટરદીઠ રોકડ રકમ ચૂકવવી, રકમમાં ભાવ વધારાને ધ્યાને રાખી વધારો કરવો જરૂરી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એસડીઆરએફના ધોરણે જ સર્વે કરી જે જે ખેડૂતોને નુકશાન થયું હોય એ પ્રમાણે ભાવવધારાને ધ્યાનમાં રાખી વળતર ચૂકવવું, ખેડૂતો નથી એમના માટે દુષ્કાળ મેન્યુઅલમાં વરસાદની આનાવારી (ટકાવારી) પ્રમાણે કરવાનાં કામો જેમાં ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા નિશ્ચિત કરવી, ગામનું કોઈ પરિવાર રાશનકાર્ડના ધરાવતું હોય છતાં જો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદવા માગતું હોય તો તમામ માટે પૂરતા અનાજની જોગવાઈ કરવી, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, જરૂરિયાત મંદો માટે તરત જ રાહતકામો શરૂ કરવા જોઈએ. જો પાછોતરો વરસાદ પૂરતો ના થાય તો પીવાના પાણીના અંતરિયાળ ગામોમો ગંભીર પ્રશ્નો ઉભા થાય તેવી સ્થિતિ છે ત્યારે સરકાર વખતસર પગલાં ભરે તે જરૂરી છે. મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપડીયા તેમજ મહામંત્રી, ઉપપ્રમુખ, મોરબી તાલુકા પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો સાથે રહ્યા હતા અને જો સરકાર દ્વારા તત્કાલીક પગલાં નહિ લેવામાં આવે તો "આપ" દ્વારા ના છૂટકે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે




Latest News