ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો મોરબીના રવાપર ગામે પાદરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતાં યુવાનનું મોત: અજાણ્યા વૃદ્ધનું બીમારીની સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે કાળીપાટના નાલા પાસે જુગાર રમતા છ શખ્સ ઝડપાયા


SHARE











મોરબીના લીલાપર રોડે કાળીપાટના નાલા પાસે જુગાર રમતા છ શખ્સ ઝડપાયા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કાળીપાટના નાલા પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૭૦૪૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલ કાળીપાટના નાલા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દિનેશભાઈ લક્ષ્મણભાઈ ઉચાણા, હરેશભાઈ કાનજીભાઈ ફૂલતરિયા, નાગજીભાઈ ગોકળભાઈ દેગામા, અશ્વિનભાઈ કરસનભાઈ નાગપરા, સુનિલભાઈ મગનભાઈ દેગામા અને રજનીભાઈ મહાદેવભાઇ દેત્રોજા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા ૭૦૪૦ કબજે કરીને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી


વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના દરબારગઢ નજીક રહેતા મહમદશા કાસમશા શાહમદાર નામના ૫૨ વર્ષના આધેડને રાણેકપર ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેમને મોરબીની સિવિલ હોસ્પિટલે લવાયા હતા અને બાદમાં પ્રાથમીક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં બનેલ મારામારીના બનાવમાં ઘવાયેલા અમૃતભાઈ તેજાભાઈ મકવાણા નામના ૩૮ વર્ષના યુવાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરા દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.તેમજ હળવદના રાતાભેર ગામે રહેતા વાલાભાઈ રામજીભાઈ કોળી નામના ૪૯ વર્ષીય આધેડને ઇજાઓ પહોંચતા સારવારમાં મોરબી ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતો રોહિત વિરમભાઈ ગોહિલ નામનો ૨૮ વર્ષનો યુવાન વાંકડાના રસ્તેથી બાઇક લઈને જતો હતો ત્યારે ગાળા ગામ નજીક તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા તેને ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતો પિયુષ ધીરૂભાઈ ચિત્રા નામનો ૩૦ વર્ષનો યુવાન મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ હળવદ રોડ ઉપર ખરેડા અને માંડલ ગામની વચ્ચે તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાથી તેને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો હાલમાં તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરવામાં આવી છે જેની તપાસ જિજ્ઞાસાબેન કણસાગરા ચલાવી રહ્યા છે.

માળીયા મીયાણામાં મારામારી

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા ખાતે આવેલ જુની રેલ્વે કોલોની વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેથી કરીને રફિકભાઈ તાજમામદભાઈ ભટ્ટી નામના ૩૦ વર્ષના યુવાનને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોય તેને મોરબી ખાતે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.દેગામડીયા દ્વારા નોંધ કરવામાં આવી છે અને બનાવ માળિયા પોલીસ મથકની હદ વિસ્તારનો હોય માળીયા પોલીસને આ અંગે જાણ કરવા માટે મોરબી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. તેમજ મોરબીના વાવડી રોડ ઉપર રહેતા કરશનભાઈ અમરશીભાઈ ચાવડા નામના ૫૭ વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેમને સારવારમાં ખસેડાયા હતા.

દવા પી જતા મહિલા સારવારમાં

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતી રમીલાબેન ભુરાભાઈ પીરાણા નામની ૨૨ વર્ષીય મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામે ડાયાભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની લક્ષ્મીબેન નરવતભાઈ સંગાડા નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને પણ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી






Latest News