ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ઢવાણામાં વાડી વાવવા માટે રાખનાર દંપતીને ભાગ ન આપવા માટે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના ઢવાણામાં વાડી વાવવા માટે રાખનાર દંપતીને ભાગ ન આપવા માટે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદના ઢવાણા ગામે આદિવાસી દંપતિએ ખેતીની બાવન વીઘા જમીન વાવવા માટે રાખી હતી અને તેમાં કપાસ તેમજ દિવેલાનું વેવતર કર્યું હતું જોકે, પાક તૈયાર થઈ ગયો હતો અને વાડીના મલીકને તેઓને તે પાકમાંથી ત્રીજો ભાગ આપવાનો હતો પરંતુ તે ભાગ આપવો ન પડે તે માટે મહિલાને ગાળો આપી હતી અને તેના પતિને લાકડાના હાથા વડે શરીરે માર માર્યો હતો તેમજ માંથા અને ડાબા ખભામાં ઇજા કરી હતી આટલું જ નહીં વાડીના માલિકના સાળાએ તેઓ ફરિયાદ કરવા માટે જશે તો જીવતા જવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી જેથી કરીને મહિલાએ હાલમાં વાડીના માલિક સહિત બે સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

નાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના ચીલીયાવાંટ પતીયાળા ફળીયાના રહેવાસી અને હાલમાં હળવદના ઢવાણા ગામે મુળજીભાઈ રજપુતની વાડીમાં રહીને ખેતીમાં મજૂરી કામ કરતાં અંગીબેન ફતેસિંહભાઈ વાટીયાભાઈ જાતે નાયકા (૫૫) એ હાલમાં વાડીના માલિક મુળજીભાઈ રજપુત રહે. ઢવાણા અને તેના સાળા રણજીતભાઈ રહે. કૈલાશનગર તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી મુળજીભાઈ રજપુતની ઢવાણા ગામે આવેલ બાવન વીઘાની ખેતી ફરીયાદી તથા તેમના પતિએ ત્રીજા ભાગે વાવવા માટે રાખેલ હતી અને ફરીયાદીએ કપાસ તથા દિવેલાના પાકનું વાવેતર કર્યું હતું તે પાક તૈયાર થઈ ગયેલ હતો જે પાકમાં ફરીયાદીને ભાગ ન આપવો પડે તે માટે આરોપી મુળજીભાઈએ વાડીએ આવી આ કામના ફરીયાદી અનુસુચીત જન જાતીના છે તેવી હકીકત જાણતા હોવા છતા ફરીયાદીના પતિને બહાનુ કાઢી ગમે તેમ જાતીય અપમાનીત ગાળો બોલી કોદાળીના લાકડાના હાથા વડે શરીરે માર માર્યો હતો તેમજ માંથામાં અને ડાબા ખભામાં ઇજા કરી હતી તેમજ ફરીયાદીને આ બનાવની જાણ કોઈને કરશો તો તમને જીવતા દાટી દઈશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ફરિયાદીના પતિને સારવાર માટે હળવદ સરકારી દવાખાને લઈને આવ્યા હતા ત્યાંથી પોલીસ સ્ટેશનને ફરીયાદ કરવા માટે નહિ જવા દેવા વાડીના માલિકોનો સાળો રણજીતભાઈ આવ્યો હતો અને ગમે તેવી ગાળો બોલી સાલા નીચ આદીવાસીઓ અહિંયા કાઠિયાવાડમાં અમે કહીએ તેમ થાય તમારૂ અહિંયા કોઈ સાંભળે નહી તેવુ કહી અમોને દવાખાને રોકી રાખી પોલીસ ફરીયાદ કરવા જવા દીધા ન હતા અને પોલીસ ફરીયાદ કરવા જશો તો તમોને અહીંયાથી જીવતા જવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટની કલમ ૩(૧) (R) (S), ૩(૨)(૫-અ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવાં માટેની પોલિસેતજવીજ શરૂ કરેલ છે






Latest News