મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

હળવદ : નર્મદા કેનાલમાં ડુબેલા ત્રણેય યુવાનોનાં મૃતદેહ મળી આવ્યા


SHARE











હળવદ : નર્મદા કેનાલમાં ડુબેલા ત્રણેય યુવાનોનાં મૃતદેહ મળી આવ્યા

હળવદના રણજીતગઢ પાસે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો પાણીમાં ગરક થયા બાદ ત્રણના મોત થતા ભારે અરેરાટી પ્રસરી જવા પામેલ છે. જયારે અન્ય એક યુવાન જે લાપત્તા હતો.તેની તરવૈયાની મદદથી શોધખોળ કરવામાં આવી રહી રહી હતી. આ બનાવ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે હળવદના રણજીતગઢ પાસે પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં ત્રણ યુવાનો ન્હાવા પડયા બાદ કેનાલમાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેને લઇને સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગત બપોરના સમયે સ્થાનિક તરવૈયા અને તંત્રની મદદથી બે યુવાનોના મૃતદેહને પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે આજે સવારે ત્રીજા યુવાન મૃતદેહ પણ મળી આવેલ હતો.

ગઈ કાલે જ્યારે અન્ય એક યુવાનનો પત્તો ન લાગતા તેની શોધખોળ આજે સવાર સુધી યથાવત રાખવામાં આવી હતી. આ બનાવના પગલે હળવદ ફાયર વિભાગ, હળવદ પોલીસની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. રણજીતગઢની બાજુમાં રહેલી અશ્વશક્તિ રોટાવેટર બનાવતી કંપનીમાં કલર કામ કરતા બનાસકાંઠાના ત્રણ યુવાનો કેવા સવશીભાઈ, મેન્દાભાઈ વાલાભાઈ અને અલ્પેશ શ્રવણભાઈ કારખાને પરત નહીં ફરતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોડીસાંજ સુધી એકપણ યુવાનનો પત્તો ન લાગતા આજે ફરી વહેલી સવારથી જ મૃતદેહ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ, ધ્રાંગધ્રાની ફાયરની ટીમ, હળવદ પોલીસની ટીમ તેમજ ટીકર ગામની તરવૈયાની ટીમ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી હતી.

જેમા બે યુવાનોના મૃતદેહ સ્થાનિક તરવૈયા દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. અને બન્ને યુવાનોના મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે અન્ય એક યુવકને શોધવાની કામગીરી ચાલુ હતી.તે યુવાન આજે સવારે મળી આવતા તેને પણ પીએમ માટે હોસ્પિટલ ખસેડાવ્યો છે. અત્રે ઉલ્લેેખનીય છે કે બે દિવસ પહેલા બનાસકાંઠાના ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડયા હતાં. જેમાં તેઓ ડુબી જતા મોતને ભેટયા હતા ગઈકાલે બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જયારે ત્રીજા યુવાનો મૃતદેહ આજે સવારે હળવદની રાયસંગપર કેનાલ માંથી મળી આવેલ હતો. આમ ત્રણેય યુવાનોના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે.મળતી વિગતો મુજબ આજે સવારે કેનાલ નજીક એક ખેડુતે યુવાન મૃતદેહ કેનાલમાં તરતો જોતા તેણે તંત્રને જાણ કરતા ત્રીજા યુવાનનો મૃતદેહ પણ આવેલ હતો






Latest News