મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ક્રિકેટ હેડ કોચ નિશાંત જાની BCCI કોચની પરીક્ષામાં ઉચ્ચક્રમાંક સાથે દ્રિતિય ચરણમાં પ્રમોટ થયા


SHARE







મોરબીમાં રહેતા ક્રિકેટ હેડ કોચ નિશાંત જાની BCCI કોચની પરીક્ષામાં ઉચ્ચક્રમાંક સાથે દ્રિતિય ચરણમાં પ્રમોટ થયા  

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં BCCI કોચની પરીક્ષાના પ્રથમ ચરણમાં ઉચ્ચક્રમાંક સાથે ઉતીર્ણ થઈને દ્રિતિય ચરણમાં પ્રમોટ થયા છે.

નોંધનીય છે કે,સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી ક્રિકેટ ક્ષેત્રે કાંઠુ કાઢનાર નામાંકિત ખેલાડીઓને જ BCCIની કોચની પરીક્ષામાં રીફર કરવામાં આવે છે. ત્યારે પોતાની કાબેલિયત બદલ નિશાંત જાનીએ આ પરીક્ષા આપી હતી. જેમાં તેમણે પ્રથમ ચરણનની પરીક્ષા પાસ કરી હતી અને હાલ તેમને દ્રિતિય ચરણમાં પ્રોમોટ કરવામાં આવ્યા છે.  

આ તકે નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી મળેલા સહયોગનો બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત હિતેશ ગોસ્વામી જેઓ લેવલ ૩ ફેકલ્ટી છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે છેલ્લા 15 વર્ષથી તેમના મેન્ટોર એવા ઉમેશ પટવાલનો પણ નિશાંત જાનીએ ભાવવિભોર થઈને આભાર વ્યક્ત કર્યો હતો. તદુપરાંત મોરબી જીલ્લા ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાનો સતત પ્રેરક માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર માનીને કૃતજ્ઞતા લાગણી વ્યક્ત કરી હતી.






Latest News