મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ચોકડી પાસે મારામારીમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના ત્રાજપર ચોકડી પાસે મારામારીમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી માળિયા ફાટક વચ્ચેના રસ્તે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાગ્રસ્ત થયેલા તુલસીભાઈ મગનભાઈ કુરિયા (૨૧) રહે. સત્યમ મિનરલ રંગપર તા.મોરબીને ઇજાઓ થવાથી અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોય બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા ઉપરોકત મારામારીના બનાવની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વીસીપરા રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કંચનબેન ખીમજીભાઇ ચૌહાણ નામની ૩૫ વર્ષીય મહિલાને તેના ઘેર પતિ દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે સિવિલે ખસેડાઈ હતી જેથી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા તપાસ ચલાવી રહ્યા છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીના શકત શનાળા ગામે રહેતો મયુર ખીમજીભાઈ સોલંકી નામનો ૨૨ વર્ષનો યુવાન તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગયો હતો જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા નોંધ કરવામાં આવી છે અને કયા કારણોસર મયુર સોલંકી દ્વારા એસિડ પીવામાં આવ્યું છે તે અંગેના કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના પાનેલી ગામે રહેતા ધરમશીભાઈ હંસરાજભાઈ હડીયલ નામના ૬૦ વર્ષના વૃદ્ધ ગામ નજીક પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ પહોંચતા અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરા વિસ્તારમાં રહેતા વિપુલાબેન હર્ષદભાઈ સોલંકી (૪૦) નામના મહિલાએ તેના ઘેર કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે. તેમજ મોરબીના સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા સુમનબેન ગેલાભાઈ નૈયા નામના ત્રીસ વર્ષીય મહિલાને તેના ઘેર પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મજુર મહિલા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ ખોડીયાર મિનરલ નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા રેવાબેન કાળુભાઈ તડવી નામના ૫૬ વર્ષીય આધેડ મહિલાને મોડીરાત્રીના અઢી વાગ્યાના અરસામાં કામ દરમિયાન બંને પગ ઉપરથી ટ્રકના ટાયર ફરી વળતા ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા બનાવની નોંધ કરીને આ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.




Latest News