મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જનરલ ઓબ્ઝર્વર તથા ખર્ચ ઓબ્ઝર્વરની નિમણુક કરાઈ


SHARE







ઓબ્ઝર્વરને ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ સર્કીટ હાઉસ ખાતે રૂબરૂ મળીને કરી શકાશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે.

મોરબી જિલ્લાની ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર અને ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મણિરામ શર્મા, IAS ની નિમણુક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો.૯૬૩૮૫ ૩૦૦૬૫, લેન્ડલાઈન નંબર (૦૨૮૨૨) ૨૯૯૪૩૦ સર્કીટ હાઉસ, રૂમ નં- ૪, મોરબી ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧ સુધીમાં થઇ શકશે.૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે રામચંદ્રન આર.,IAS ની નિમણુક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો.૯૬૩૮૫ ૩૦૦૬૭, લેન્ડલાઈન નંબર (૦૨૮૨૨) ૨૯૯૪૨૯ સર્કીટ હાઉસ, રૂમનં-૩, મોરબી ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧ સુધીમાં થઇ શકશે.ખર્ચ ઓબ્ઝર્વર તરીકે સિધ્ધાર્થ દાંગી, IRAS ની નિમણુક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો.૯૬૩૮૮ ૫૦૦૬૩, લેન્ડલાઈન નંબર (૦૨૮૨૨- ૨૯૯૪૨૮) સર્કીટ હાઉસ, રૂમ નં- ૨ મોરબી ખાતે સાંજે ૭ થી ૮ સુધીમાં થઇ શકશે.આ મત વિસ્તારોના નાગરિકો ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ-રજૂઆત તેમને કરી શકે છે તેમ મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડની યાદીમાં જણાવાયું છે.



Latest News