મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદ ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રકાશભાઈ વરમોરાની વાવઝોડું: મતદારોનો મીઠો આવકાર


SHARE







હળવદ ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રકાશભાઈ વરમોરાની વાવઝોડું: મતદારોનો મીઠો આવકાર

નવા રાયસંગપર, જૂના રાયસંગપર, ધૂળકોટ, સુરવદર, પ્રતાપગઢ, નવા ધનાળા, જૂના ધનાળા, કેદારીયમ રણજીતગઢ, માનસર અને જૂના દેવળીયા ગામમાં જનસંપર્ક: મતદારો કેસરિયા કરવા માટે મક્કમ


મોરબી જિલ્લાની ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાએ જિલ્લા ભાજપ પ્રમુખ  સહિતના ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓને સાથે રાખીને પોતાના મત વિસ્તારમાં જન  સંપર્ક કરી દીધો છે અને પહેલા દિવસે નવા રાયસંગપર, જૂના રાયસંગપર, ધૂળકોટ, સુરવદર, પ્રતાપગઢ, નવા ધનાળા, જૂના ધનાળા, કેદારીયમ રણજીતગઢ, માનસર અને જૂના દેવળીયા ગામનો પ્રવાસ કર્યો હતો ત્યારે ઠેર ઠેર મતદારો તરફથી તેમણે આવકાર મળ્યો હતો આટલુ જ નહીં પ્રવાસ દરમ્યાન વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા આગેવાન કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાય હતા

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું ત્યારથી જ તેઓને મતદારો તરફથી જન સમર્થન મળી રહ્યું છે અને આ બેઠક ઉપર તેમણે જોરશોરથી તેમણે જનસંપર્ક શરૂ કરી દીધેલ છે પહેલા દિવસે નવા રાયસંગપર, જૂના રાયસંગપર, ધૂળકોટ, સુરવદર, પ્રતાપગઢ, નવા ધનાળા, જૂના ધનાળા, કેદારીયમ રણજીતગઢ, માનસર અને જૂના દેવળીયા ગામનો પ્રવાસ કર્યો હતો ત્યારે મંદિરોમાં દેવ દર્શના કરીને ભગવાનના તેમજ સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા અને ભાજપના સિનિયર આગેવાનોને સાથે રાખીને પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું દરમ્યાન મયૂરનગર દિલુભાઇ દેવરાજભાઈ આહીર છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસ સાથે હતા તેને કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરિયા કર્યા છે અને તેમણે પણ પ્રકાશભાઈ વરમોરાની સાથે રહીને ચૂંટણી પ્રવાસમાં જોડાયા હતા

અત્રે ઉલેખનીય છે કે, પ્રકાશભાઈ વરમોરા છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક ઉદ્યોગની સાથે સંકળાયેલ અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેમજ તેઓ સેવાકીય ભાવના સાથે જ રાજકારણમાં જોડાયેલ છે જેથી તેઓને મતદારો તરફથી અભૂતપૂર્વક આવકાર મળી રહ્યો છે જેથી કરીને ભાજપની જીત આ બેઠક ઉપર નિશ્ચિત જ છે જોકે, વધુમાં વધુ લીડ સાથે તે વિજય બને તેના માટે ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓ  અને સિરામિક ઉદ્યોગકારો સહિતનાઓ તેના ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અને ભાજપનો એક પણ કમિટેડ મત રહી ન જાય તેના માટે માઇક્રો પ્લાનિગ કરી રહ્યા છે

મંગળવારે કરવામાં આવેલ પ્રચાર કાર્ય દરમ્યાન મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા ભાજપના પ્રમુખ વસુદેવભાઈ સિણોજીયા, મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, જિલ્લા પંચાયતના સભ્ય રાવજીભાઇ દલવાડી, ધનાળાના ધર્મેન્દ્રસિંહ ઝાલા, ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ રસિકભાઈ વરમોરા, મયુરનગર સરપંચ ભાવેશભાઈ ચાવડા, રાસંગપર ગામના સરપંચ મહેશભાઈ, જેરામભાઈ, રવજીભાઈ, ધુળકોટ ગામના સરપંચ અર્જુનસિંહ જાડેજા, સુરવદર ગામના જયંતીભાઈ ઠાકરશીભાઈ ઠાકોર, પ્રતાપગઢ ગામના દીપકભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર, નવા ધનાળાના સતિષભાઈ તારબુંદીયા, જુના ધનાળાના અનોપસિંહ છત્રસિંહ ઝાલા, રણજીતગઢ ગામના બળદેવભાઈ વેલાભાઈ ચાવડા માનસરના હિતરાજસિંહ ગોહિલ જુના દેવડીયા ગામના વશરામભાઈ મૂળજીભાઈ સોલંકી સહિતના સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના આગેવાનો ચૂંટણી પ્રચારમાં હાજર રહ્યા હતા




Latest News