મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનારા બાઇક ચાલક સામે ગુનો નોંધાયો 


SHARE







મોરબીમાં કુબેર ટોકીઝ પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનારા બાઇક ચાલક સામે ગુનો નોંધાયો 

મોરબી વાંકાનેર હાઈવે ઉપર સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે સામસામે બે બાઈક અથડાયા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનના પિતાએ અકસ્માત સર્જનાર બાઈકના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની બાજુમાં સર્વિસ રોડ ઉપર આવેલ સુફિયાન ગેરેજ પાસેથી મોરબીના ઓરસંગ ઝોન ખાતે રહેતો કુલદીપ સુરેશભાઈ કાચા જાતે કડિયા કુંભાર (ઉંમર ૨૪) પોતાનું બાઈક નંબર જીજે ૧૧ એએન ૫૧૩૭ લઈને ફિટનેસ ઝોન જીમ ખાતે જતો હતો ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળું બાઈક નંબર જીજે ૩૬ એ ૭૫૧૯ તેની સાથે અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં કુલદીપભાઈ સુરેશભાઈ કાચાને શરીરે અને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નહીં નિવડતાં તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક કુલદીપભાઈના પિતા સુરેશભાઈ જીવરાજભાઈ કાચા જાતે કડિયા કુંભારવાસ (૫૫) રહે. વંથલી રોડ મધુરમ સોસાયટી વિજય લક્ષ્મી એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૪૦૪ જુનાગઢ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર 

મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર ખડિયાપરામાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દિલીપભાઈ શિવાભાઈ સાલાણી, રીટાબેન દીપકભાઈ દલસાણીયા અને લાભુબેન કાંતિભાઈ બારૈયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News