મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી ખાતે સિનિયર સિટિઝન-દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ સહિત અન્ય સુવિધાઓ ઉભી કરાઈ


SHARE





મોરબી ખાતે સિનિયર સિટિઝન-દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ સહિત અન્ય સુવિધાઓ ઉભી કરાઈ

વિધાનસભા સામાન્ય ચૂંટણી સમયે દિવ્યાંગ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મોરબી જિલ્લાના ત્રણે વિધાનસભા મત વિસ્તારોના દરેક બુથમા PWD નોડલ અધિકારી વૈશાલીબેન જોષીના માર્ગદર્શન હેઠળ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તીવ્ર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા તેમજ ૮૦ વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝન્સ ટપાલથી મત આપી શકે તે માટે BLO મારફત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દૃષ્ટિહીન દિવ્યાંગોને બ્રેઇલમાં વોટર ગાઈડ અપાશે. ઉપરાંત જે દિવ્યાંગ ભાઈ-બહેનો બુથ સુધી ચાલીને જવા સક્ષમ ન હોય તેમના માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત દિવ્યાંગ મતદારોને અન્ય મતદારોની સાથે લાઇનમાં ઉભા રહેવાના બદલે અગ્રતા આપી મતદાનને ખરા અર્થમાં સુગમ બનાવવામાં આવશે. આ ઉપરાંત બહેરા મૂંગા મતદારો માટે સાઈન લેંગ્વેજ જાણતા હોય તેવા શિક્ષકોની પણ નિમણૂંક કરવામાં આવી છે, જેથી જ્યારે દિવ્યાંગ મતદારોને મુશ્કેલી જણાય ત્યારે તેમને વીડિયો કોલ કરીને માર્ગદર્શન આપી શકાય છે.




Latest News