મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા પડધરી બેઠકના ભાજપના ઉમેદવાર દેથરીયાનું ફોમ ગ્રાહ્ય રાખતા આરઓ : કોંગ્રેસના ઉમેદવાર કગથરાએ લીધેલ વાંધો રદ


SHARE





ટંકારા પડધરી બેઠકના ભાજપના ઉમેદવાર દેથરીયાનું ફોમ ગ્રાહ્ય રાખતા આરઓ : કોંગ્રેસના ઉમેદવાર કગથરાએ લીધેલ વાંધો રદ

મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી બેઠક ઉપર ભાજપના ઉમેદવારના ફોર્મનો વિવાદ થયો હતો અને ટંકારા પડધરીના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ કગથરાએ ભાજપના ઉમેદવારના ફોર્મ સામે વાંધો લીધો હતો અને ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા તેમજ ડમી ઉમેદવારે ભરેલા ફોર્મ સામે વાંધો લઇને રદ કરવા માંગ કરી હતી જેની સાથે ભાજપના લીગલ સેલના મનોજ અનડકટ દ્વારા જે લેખિત જવાબ આપવામાં આવ્યો હતો તેને ગ્રાહ્ય રાખવામાં આવેલ છે અને ભાજપના ઉમેદવારે ફોર્મમાં ભરવાની ડીટેલમાં નોટ એપ્લીકેબલ અથવા લાગુ પડતું નથી તેવું લખેલ ન હોય તે વાંધો રદ કરેલ છે અને હાલમાં આરઓ દ્વારા ભાજપના ઉમેદવારનું ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવ્યું છે અને કોંગ્રેસના ઉમેદવારે લીધેલ વાંધો રદ કરેલ છે.

આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા કરવામાં આવેલી વળતી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે જો ફોર્મમાં લાગુ પડતું નથી કે નોટ એપ્લીકેબલ એવું લખ્યું ન હોય અને ડેસ કે લીટો કર્યો હોય તો ફોમમાં ચોક્કસ ભૂલ હોઈ શકે પરંતુ ફોર્મમાં આવી કોઈ ભૂલ છે જ નહીં માત્ર એફિડેવિટમાં આ પ્રકારની ભૂલ હોય તે ભૂલ સુધારીને નવું એફીડેવિટ રજૂ કરી દેવામાં આવશે જે બાબતને ચૂંટણી અધિકારી દ્વારા ગ્રાહ્ય રાખીને ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે અને કોંગ્રેસના લલીતભાઈ કગથરા દ્વારા કરવામાં આવેલા વાંધાને રદ કરવામાં આવેલ છે.




Latest News