વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ચોકડી પાસે બે ખૂંટીયા યુદ્ધે ચડતા ટ્રાફિક જામ


SHARE







મોરબીની રવાપર ચોકડી પાસે બે ખૂંટીયા યુદ્ધે ચડતા ટ્રાફિક જામ

મોરબીની રવાપર ચોકડી પાસે ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં બે ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા અને બંને એકબીજાને પછાડવા માટે થઈને જોર લગાવતા હતા જેથી કરીને લોકોને જીવ પડીકે બંધાયા હતા અને લગભગ અડધા કલાક જેટલા સમય સુધી આ રસ્તા ઉપર ટ્રાફિકની અવર જવર બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ ખૂંટીયાને છૂટા પાડવા માટે થઈને સ્થાનિક લોકો દ્વારા પ્રયાસો શરૂ કર્યા હતા અને તેવામાં ચાર વ્યક્તિઓએ હિંમત કરીને ખૂંટીયાને છૂટા પડ્યા હતા અને અડધા કલાક પછી ટ્રાફિક પુનઃ કાર્યરત થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખૂંટીયા પડક્વા માટે થઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે જોકે અવાર-નવાર મોરબીની જુદાજુદા વિસ્તારોની અંદર ખૂંટીયા યુદ્ધે ચડતાં હોય છે અને કલાકો સુધી રસ્તા બંધ થઈ ગઈ છે અથવા તો નિર્દોષ રાહદારી અને વાહન ચાલકને હડફેટે લેતા હોવાના કારણે વાહનોમાં કે વ્યક્તિને નુકસાન થાય આવી ઘટનાઓ બનતી હોય છે જેથી કરીને મોરબી નગરપાલિકા દ્વારા જે પણ ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ કામગીરી નકર રીતે કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે




Latest News