વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના ઈન્દીરાનગર અને લાભનગરમાં ત્રણ રેડ, જુગાર રમતા અઢારની ધરપકડ


SHARE







મોરબીના ઈન્દીરાનગર અને લાભનગરમાં ત્રણ રેડ, જુગાર રમતા અઢારની ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં એક તેમજ લાભનગર વિસ્તારમાં બે જગ્યાએ એમ કુલ ત્રણ જગ્યાઓએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેડ કરી હતી જેમાં જુગાર રમતા ૧૮ ઈસમોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ઇન્દિરાનગર જુગાર

મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારના ખારાપાટમાં જુગાર રમાતો હોય જાહેરમાં રમાઇ રહેલા જુગારધામ ઉપર પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાંથી કિશોર કાનજી સારલા કોળી (૨૨) રહે.મોરબી-૨ ઇન્દિરાનગર ખારાપાટમાં, અજય બચુ બાણોદરા કોળી (૨૬), દશરથ મહાદેવ ઝિંઝુવાડીયા કોળી (૩૦), જયસુખ દેવજી ધામેચા કોળી (૨૩), બટુક હીરા ચાવડા કોળી (૫૫), હાસમ કરીમ જેડા મિંયાણા (૫૫), ગુગા ઉર્ફે ગગુ મોહન પાટડીયા કોળી (૩૫) અને દિનેશ લધુ ચાવડા કોળી (૫૦) રહે.બધા મોરબી-૨ શોભેશ્વર રોડ મફતીયાપરા જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મળી આવ્યા હતા તેથી પોલીસે ઉપરોકત આઠેય ઇસમોની રોકડા રૂપિયા ૨૫,૩૦૦ સાથે ધરપકડ કરી જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરી હતી.

લાભનગર જુગાર

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલા લાભનગર સોસાયટીમાં સીટી બી ડિવિજન પોલીસે જુદી જુદી બે જગ્યાઓએ રેડ કરી હતી. ત્યારે ત્યાંથી જુગાર રમી રહેલા દિલીપ ખેંગાર પાટડીયા કોળી (૩૨) રહે.લાભનગર સોસાયટી ધરમપુર રોડ મૂળ રહે.જાજાસર માળીયા(મિં.), ખોડા ભરત કગથરા કોળી (૧૮) રહે.લાભનગર સોસાયટી, બળદેવ રામજી સાલાણી કોળી (૨૦) રહે.લાભનગર સોસાયટી, વીરૂ ભુપત ટીડાણી કોળી (૨૩) રહે.વાણીયા માળીયા મીંયાણા અને દિનેશ અમરસી સાલાણી કોળી (૪૦) રહે.લાભનગર સોસાયટી જાહેરમાં જુગાર રમતા મળી આવતા પાંચેય પતાપ્રેમીઓની રોકડા રૂપિયા ૬,૧૦૦ સાથે ધરપકડ કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર સોસાયટીમાં જ બીજી રેડ કરવામાં આવી હતી જેમાં જાહેરમાં જુગાર રમી રહેલા વીસુભાઈ શામજીભાઈ થરેસા કોળી (૨૭), રામજી જેરામ સાલાણી (૪૧), વિનુબેન મગન પરમાર કોળી (૩૫), ભાનુબેન શંભુ પરમાર કોળી (૩૫) અને સવિતાબેન પ્રવીણભાઈ દેગામા કોળી (૩૦) રહે.બધા લાભનગર ધરમપુર રોડ મોરબી-૨ જાહેરમાં જુગાર રમતા મળી આવતા પાંચેયની રોકડા રૂપિયા ૫,૨૬૦ સાથે ધરપકડ કરી જુગારધારા કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News