મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસેથી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે બે પકડાયા: બે બુટલેગરની શોધખોળ


SHARE







મોરબીના નીચી માંડલ પાસેથી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે બે પકડાયા: બે બુટલેગરની શોધખોળ

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી સ્વિફ્ટ કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ૩૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ, મોબાઈલ તેમજ કાર મળીને ૨.૧૨ લાખના મુદ્દામાલને કબજે કર્યો હતો અને બે શખ્સોની હાલમાં ધરપકડ કરવામાં આવે છે જોકે દારૂ મંગાવનાર તથા મોકલનારના નામ સામે આવ્યા હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેથી સ્વિફ્ટ કાર નંબર જીજે ૩ જેઆર ૧૮૯૧ પસાર થતી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરતા કારમાંથી કુલ મળીને સાડા ત્રણસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૭૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમત મોબાઈલ અને બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરેલ હતો અને હાલમાં જીગ્નેશભાઈ ઉકાભાઇ લગદાણીયા જાતે કોળી (૨૭) અને કાળુભાઈ રમેશભાઈ માંડલીયા જાતે દેવીપુજક (૨૫) રહે. બંને ઢેઢુકી તાલુકો સાયલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન ઢેઢુકી ગામે રહેતા જીગ્નેશભાઈ ઉર્ફે ડાકુ કાળુભાઈ પંચાળાએ તેઓની કારમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી મહિલા બુટલેગર ઝરીનાબેન અનવરભાઈ માલાણીને આ દારૂનો જથ્થો તે આપવા આવતા હતા તેવું જણાવ્યુ છે જેથી કરીને પોલીસે તે બંનેની સામે પણ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીના નીચી માંડલ ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતી અલ્ટો કાર નંબર જીજે ૩૬ એસી ૩૨૦૨ ને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી દારૂની બે બોટલો મળી આવી હોય પોલીસે ૭૫૦ ની કિંમતનો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧૦૦૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રવિ રણછોડભાઈ જાતે કોળી (૨૦) રહે માથક ચોક હળવદ વાળાની ધરપકડ કરેલ છે






Latest News