મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

તું મારી સાથે કેમ રહેતી નથી કહીને મોરબીમાં પતિએ પત્નીને માર માર્યો: આરોપીની ધરપકડ


SHARE







તું મારી સાથે કેમ રહેતી નથી કહીને મોરબીમાં પતિએ પત્નીને માર માર્યો: આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં નિર્મલ જ્યોત પેટ્રોલ પંપની બાજુમાં ભંગારના ડેલામાં કામે જતી પત્નીને તેના પતિએ “તું મારી સાથે કેમ રહેતી નથી” તેમ કહીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને છુટા નળિયાનો ઘા કપાળમાં માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં લઈને ગયા હતા અને ત્યારબાદ મહિલાએ તેના પતિ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવવી જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કમળાબેન રમેશભાઈ પારીયા (૪૫) એ હાલમાં તેના પતિ રમેશભાઈ દલપતભાઈ પારિયા રહે. ઉમિયાનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નિર્મલ જ્યોત પેટ્રોલ પંપની બાજુમાં મોતીભાઈના ભંગારના ડેલે તેઓ સફાઈ કામ કરવા જાય છે અને ત્યાં તેના પતિએ આવીને તું કેમ મારી સાથે કેમ રહેતી નથી તેમ કહીને ગાળો આપી હતી ત્યારબાદ ઢીકાપાટુનો માર મારીને છૂટા નળિયાનો ઘા કરતા કપાળના ભાગે કમળાબેનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત કમળાબેનને સારવારમાં ખસેડાયા હતા અને ત્યારે સારવાર લીધા બાદ કમળાબેન પારીયાએ તેના પતિ રમેશભાઈ પારીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News