મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ચક્કર આવતા ગટરમાં પડી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે ચક્કર આવતા ગટરમાં પડી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ શ્યામ હોટલ નજીકથી પસાર થતા સમયે ચક્કર આવતા રોડ સાઇડમાં આવેલ ગટરમાં પડી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામની બાજુમાં શ્યામ હોટલની પાસે આરકો કવર્ટ્ઝ સિંક નામના કારખાનામાં મજુર કોલોનીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા કમલ ભુવનસિંગ અખાડે જાતે ભીલ (૨૫) પોતાના દોઢ વર્ષના દીકરા કાર્તિકને લઈને કારખાના પાસે આવેલ દુકાને માવો લેવા માટે જતા હતા ત્યારે શ્યામ હોટલ પાસે પાણી ભરેલી ગટર ક્રોસ કરતાં સમયે તેને ચક્કર આવતા તે ગટરના પાણીમાં પડી ગયા હતા અને ગટરના પાણીમાં ડૂબી જવાના કારણે કમલ અખાડેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મૃતક યુવાનના પત્ની બસંતીબેન અખાડેએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News