તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર માટેલ રોડે ડમ્પર ચાલકે હડફેટે લેતા સાયકલ સવાર યુવાનનું મોત.


SHARE











વાંકાનેરના સરતાનપર માટેલ રોડે ડમ્પર ચાલકે હડફેટે લેતા સાયકલ સવાર યુવાનનું મોત.

વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસેથી સાયકલ લઈને પસાર થતાં યુવાનની સાયકલને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે સાયકલ સવાર યુવાને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ કેવીન સીરામીક લેબર કોલોનીમાં રહેતા મનુભાઈ રૂપાભાઈ ડામોર જાતે આદિવાસી (૨૫) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ કેવીન સીરામીકના ગેટ પાસેથી સાયકલ લઈને દીપસિંગ રામસિંગ ભૂરીયા (૨૫) પસાર થતો હતો ત્યારે તેની સાયકલને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઘટના સ્થળે જ દીપસિંગ રામસિંગ ભુરીયાનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની શિવ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મનુભાઈ ડામોરની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News