મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)-મોરબી તાલુકામાંથી સગીરાના જુદાજુદા બે અપહરણ-દુષ્કર્મના ગુનામાં બે આરોપી પકડાયા.


SHARE







માળીયા (મી)-મોરબી તાલુકામાંથી સગીરાના જુદાજુદા બે અપહરણ-દુષ્કર્મના ગુનામાં બે આરોપી પકડાયા.

માળીયા (મી) પોલીસ સ્ટેશને તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સગીર વયની બાળાના અપહરણ અને દુષ્કર્મના જુદાજુદા બે ગુના નોંધાયેલ હતા જેમાં મોરબીના સીપીઆઇની ટીમે આરોપીને પકડીને સ્થાનિક પોલીસને હવાલે કરેલ છે. 

મોરબીના સીપીઆઇ એન.એ.વસાવાને મળેલ હકિકત આધારે માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૯૩ અને ૩૬૩, ૩૬૬ તથા પોક્સો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૧૮ મુજબના ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી તથા ભોગબનનારને લીંબડી ખાતેથી શોધી કાઢેલ છે અને આરોપી જયંતીભાઈ બાબુભાઇ સોલંકી જાતે અનુજાતિ (૨૫) રહે. કામલપુર તાલુકો પાટડી જીલ્લો સુરેન્દ્રનગર વાળાને પકડવામાં આવેલ છે અને માળીયા પોલીસને આગળની કાર્યવાહી માટે સોપવામાં આવેલ છે. 

આવી જ રીતે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે હકિકત આધારે ફુલીબેન ઠાકોર તથા બકલભાઇ કાસુન્દ્રા સાથે જઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩૩૬૬ તથા પોકસો એકટ કલમ-૧૮ મુજબના નોંધાયેલ ગુનામાં સગીરવયની ફરિયાદીની દિકરીને જુની પીપળીથી ભગાડી અપહરણ કરી જનારા આરોપી ભાવેશ રાજુભાઇ રાવત રહે. મેન્દ્રા તાલુકો દેવગઢ બારીયા જીલ્લો દાહોદ વાળાને પકડી લીધેલ છે અને ભોગબનનાર પણ તેની સાથે જ આણંદ જીલ્લાના વરસડા ગામેથી મળી આવેલ હતી હાલમાં બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે

 






Latest News