મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નાનીબજારમાં રહેતા શખ્સનાં ઘરમાંથી ૪૯૦૦૦ ની કિંમતની દારૂની ૧૩ બોટલો પકડાઈ


SHARE







મોરબી નાનીબજારમાં રહેતા શખ્સનાં ઘરમાંથી ૪૯૦૦૦ ની કિંમતની દારૂની ૧૩ બોટલો પકડાઈ

મોરબીમાં નાનીબજાર વિશ્વકર્મા મંદીરની બાજુમાં રહેતા બુટલેગરના ઘરે ફરી પછી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી મોંઘીદાટ દારૂની ૧૩ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે તેની પાસેથી ૪૯,૦૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. 

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દારૂના દૂષણને ડામવા માટે અધિકારીઓને સૂચના આપેલ છે ત્યારે મોરબી એ ડીવીજનના પીઆઇ પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ કામ કરી રહી છે ત્યારે મોરબી સીટી એ ડીવીઝનનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે સિધ્ધરાજભાઈ લોખીલને મળેલ હકિકત આધારે મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદીર પાસે રહેતા યોગીરાજસિંહ ખોડુભા વાઘેલાના રહેણાક મકાનમાં વિદેશી દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા જાતે દરબાર રહે. નાનીબજાર વિશ્વકર્મા મંદીરની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સીવાસ રીગલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૮ બોટલ જેની કિંમત ૨૪,૦૦૦ તથા જહોની વોલ્કર ડબલ બ્લેક બ્લેન્ડેડ ગુડસ વ્હીક્સી ૫ બોટલ જેની કિંમત ૨૫,૦૦૦ આમ કુલ મળીને ૪૯,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

 

 
 
 
 





Latest News