વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ભાજપના ડરના લીધે લોકો સીધા આમ આદમી પાર્ટીમાં આવતા નથી: મહેશભાઇ સવાણી


SHARE







ભાજપના ડરના લીધે લોકો સીધા આમ આદમી પાર્ટીમાં આવતા નથી: મહેશભાઇ સવાણી

ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણી મોરબીમાં આવ્યા હતા ત્યારે જિલ્લા કાર્યાલયનું તેમણે ઉધઘટન કર્યું હતું અને બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ૯૦ ટકા લોકો આમ આદમી પાર્ટી સાથે જો કે, તે લોકો ભાજપના ડરના લીધે સામે આવતા નથી કેમ કે ભાજપ દ્વારા તેઓને નુકશાન કરવામાં આવે છે  

મોરબીમાં અવની ચોકડી પાસે પાટીદાર સોપિંગ સેન્ટરમાં આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણીના હસ્તે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ  ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ રવાપર-ધુનડા રોડ મોરબી ખાતે જિલ્લાના આપના કાર્યકરો સાથે મુલાકાત રાખવામાં આવી હતી ત્યારે જુદાજુદા ગામના આગેવાનો, સરપંચો સહિતના લોકો આપમાં જોડાયા હતા આ તકે મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજાઇ હતી

જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણીએ જણાવ્યુ હતું કે, હાલમાં ગુજરાતનાં જુદાજુદા જિલ્લા તાલુકામાં ઘણા લોકો આમમાં જોડાઈ રહ્યા છે અને જે લોકો આપમાં જોડાયા છે તે રાજકારણ કરવા માટે નહીં પરંતુ લોકોને સારી સુવિધાઓ આપવા માટે આપની સાથે જોડાયા છે આજે ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓએ, વાલીઓ સહિતના હેરાન છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી નંબર વન પાર્ટી હશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ૯૦ ટકાથી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જો કે, આ લોકો ભાજપના ડરના લીધે સામે આવતા નથી કેમ કે જો તે લોકો આપમાં ખૂલીને જોડાઈ તો ભાજપ દ્વારા તેઓને નુકશાન કરવામાં આવે છે  




Latest News