તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે સગીરાનું અપહરણ


SHARE











મોરબીમાં લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે એક ઇશમ દ્વારા અપહરણ કરી જવામાં આવતા ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે જેથી કરીને હાલમાં પોલીસે ગુનો નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા શક્તિ ચેમ્બર પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું મોરબીના વીસીપરા નજીક આવેલ લાયન્સનગરમાં રહેતો ચંદ્રેશ મુકેશભાઇ સનારીયા નામનો ઇશમ અપહરણ કરી ગયેલ છે.યુવતી સગીર હોવાનું જાણતો હોવા છતાં તેણીનો પીછો કરીને યુવતીને લગ્નની લાલચ આપી યુવતીનું તા.૫-૧૧ ના બપોરે ચારેક વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પીઆઈ પી.એ.દેકાવાડિયા દ્વારા કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ચંદ્રેશ સનારીયા નામના શખ્સની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલ સગીરાને શોધવા માટે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

હત્યાની કોશિશમાં ધરપકડ

મોરબી ખાતે કલમ ૩૦૭ (હત્યાની કોશિશ) તથા કલમ ૧૨૦ બી (કાવત્રુ રચવુ) અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો જે બનાવવામાં એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્વારા તુલસી હસમુખ કોળી (૩૨) રહે. પંચાસર રોડ રાજનગર સોસાયટી મોરબી અને ચંદાભાઇ ઉર્ફે સંદીપ બાબુ પીપળીયા કોળી (૨૨) રહે. મોરબી રણછોડનગર સેન્ટમેરી સ્કૂલ પાસે વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી-બેલા વચ્ચે બાઈક અને ડમ્પર વચ્ચે થયેલ અકસ્માતમાં પ્રફુલ અંબારામ સનાવડા (૧૯) રહે.પીપરવાળી મહેન્દ્રનગર મોરબી-૨ ને ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મકનસર ગામના કુકાભાઈ જીતાભાઈ લાંબરીયા નામના ૩૮ વર્ષીય યુવાનને રફાળેશ્વર ગામે મઢૂલી નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.

રાજકોટ ખસેડાયો

મોરબીના નીચી માંડલ ગામે સોરઠ પોલીફેબ નામના યુનિટમાં કામ દરમ્યાન ઊંચાઈએથી નીચે પડી જતા દિનેશભાઈ રાઠવા નામના ૨૫ વર્ષીય મજૂર યુવાનને સારવાર માટે મોરબીની સામાકાંઠાની હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું પોલીસ સૂત્રમાંથી જાણવા મળેલ છે. જ્યારે હળવદના ચરાડવા ગામે ગોપાલનગરમાં રહેતા અનસોયાબેન હસમુખભાઈ સોનગ્રા (૩૧) અને પ્રવીણ પ્રભુ સોનગ્રા (૩૪) નામના બે લોકોને ઈજા થતા સારવારમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા.






Latest News