સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

એસઓજીનો સપાટો: વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઇ


SHARE





એસઓજીનો સપાટો: વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઇ

મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી અવારનવાર ગાંજાના જથ્થા સાથે જુદાજુદા શખ્સો પકડાતાં હોય છે અને ગાંજાનું હબ વાંકાનેર હોય તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળતો હોય છે દરમિયાન મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે મહિલાને પકડવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જોકે હાલમાં પોલીસ દ્વારા પકડાયેલ ગાંજાનો વજન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મહિલા પાસેથી પકડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે

મોરબી જિલ્લામાં નશીલા પદાર્થનું જુદા જુદા વિસ્તારોની અંદર વેચાણ થતું હોય છે જેને ડામવા માટે થઈને સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા કવાયત કરવામાં આવતી હોય છે જો વાત કરીએ તો ગાંજાનું વેચાણ સૌથી વધુ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં થતું હોય તેવું અત્યાર સુધી જોવા મળ્યું છે અને છેલ્લા સમયગાળાની વાત કરીએ તો એસઓજીની ટીમ દ્વારા એક નહીં પરંતુ અનેક વખત વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાની રેડ કરીને ત્યાંથી ગાંજાના મોટા જથ્થા સાથે જુદા જુદા શખ્સોને દબોચિયા છે અને તેના કનેક્શન સુરત સુધી હોય તેવું પણ ભૂતકાળમાં સામે આવ્યું છે

હાલમાં મળતી માહિતી મુજબ એસઓજીની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને સૂતી રાખીને વાંકાનેર ગ્રામ્ય વિસ્તારની અંદર ગાંજાની રેડ કરવામાં આવી છે અને ત્યાં ગાંજાના મોટા જથ્થા સાથે મહિલાને પકડીને પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહિલા પાસેથી અંદાજે ત્રણ કિલો કરતાં વધુ ગાંજાનો જથ્થો કબજે લેવામાં આવેલ છે જોકે હાલમાં જે મહિલા પાસેથી નસીલો પદાર્થ પકડાયેલ છે તે આ ગાંજો કયાંથી લાવી હતી તે સહિતની તપાસ પોલીસ દ્વારા કરશે




Latest News