મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
Breaking news
Morbi Today

ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવા હળવદમાં ફ્રેન્ડ્સ યુવા દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ


SHARE







ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવા હળવદમાં ફ્રેન્ડ્સ યુવા દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ

મોરબીમાં જુલતો પુલ તૂટવાના કારણે ૪૦૦ જેટલા લોકો પુલમાંથી નીચે પડ્યા હતા. જેમાંથી ૧૩૪ જેટલા લોકો મોતને ભેટ્યા હતા અને તેમાં ૫૧ જેટલા બાળકોનો સમાવેશ થાય છે ત્યારે મોરબીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ પડ્યા છે દરમ્યાન હળવદન્મ ફ્રેંડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેના પરિવારને આવી પડેલ આફત સામે ભગવાન શક્તિ આપે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન સરાનાકા થી બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ હળવદના તમામ સભ્યો તેમજ રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ સહિતના લોકો જોડાયા હતા.




Latest News