મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં રિક્ષામાં જતી મહિલાના ગળામાંથી સોનાના ૬૦ હજારના દાગીનાની ચોરી


SHARE







હળવદમાં રિક્ષામાં જતી મહિલાના ગળામાંથી સોનાના ૬૦ હજારના દાગીનાની ચોરી

હળવદમાં બીએસએનએલ એક્સચેન્જથી આશાપુરા હોટલ વચ્ચે રિક્ષામાં બેસીને જઈ રહેલ મહિલાએ ગળામાં પહેરેલ સોનાના પાટીપારો નજર ચૂકવીને રિક્ષામાં તેની સાથે બેઠેલ બે અજાણી સ્ત્રી દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી મહિલાએ હાલમાં બે અજાણી સ્ત્રી અને રીક્ષા ચાલક સામે ૬૦ હજારના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા કાજલબેન વિષ્ણુભાઈ સરૈયા જાતે ભરવાડ (૨૫) રિક્ષામાં બેસીને હળવદમાં આવેલ બીએસએનએલ એક્સચેન્જથી આશાપુરા હોટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ પણ સમયે નજર ચૂકવીને તેની સાથે રિક્ષામાં બેઠેલ બે અજાણી સ્ત્રીઓ દ્વારા તેની ડોકમાં પહેરેલ સોનાનો પાટીપારો જેની કિંમત ૬૦ હજારના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલ પરણીતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણી સ્ત્રી અને રીક્ષા ચાલકની સામે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News