એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ મોરબીમાં રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  મોરબી: લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

નર્મદાની માળીયા કેનાલ ઉપર ચેકિંગ: ઇલેક્ટ્રિકલ સબમર્સીબલ અને બકનળી ધડોધડ કટ


SHARE

















નર્મદાની માળીયા કેનાલ ઉપર જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગ: ઇલેક્ટ્રિકલ સબમર્સીબલ અને બકનળી ધડોધડ કટ

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાથી છેવાડાના ગામના ખેડૂતોને હાલમાં સિચાઈ માટેપની મળી રહ્યું નથી ત્યારે ખેડૂતોને છેવાડાના ગામ સુધી સિચાઈનું પાણી પહોચડવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને હાલમાં જુદી-જુદી ટીમો બનાવીને હળવદ તાલુકાના ગામની આસપાસમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કેનાલમાં મૂકવામાં આવેલા ગેરકાયદે ઇલેક્ટ્રિકલ સબમર્સીબલ, બકનળી વિગેરે કાઢવામાં આવી રહ્યા છે

દરવર્ષે ચોમાસુ પાક લેવા ખેડૂતો દ્વારા નર્મદાની કેનાલના આધારે પોતાના ખેતરની અંદર ચોમાસુ વાવેતર કરતાં હોય છે આવી જ રીતે નર્મદાની માળીયા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાના ૧૫ જેટલા ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરોની અંદર ચોમાસુ પાક લેવા માટે વાવેતર કરવામાં આવ્યું છે જોકે છેલ્લા ઘણા દિવસો થી વરસાદ થયો નથી અને આ કેનાલનું તળિયું દેખાઈ છે એટલે કે ત્યાંથી સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળી રહ્યું નથી જેથી નર્મદાની કેનાલ મારફતે સિચાઈનું પાણી ન મળતા ખેડૂતોની હાલમાં દયનીય બની છે ત્યારે છેવાડાના ખેડૂત સુધી નર્મદાની કેનાલ મારફતે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે હાલમાં બોર્ડ, નિગમ અને પોલીસની સંયુકત ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે અને ધડોધડ સબમર્સીબલ પંપના વીજ જોડાણ તેમજ બકનળી કટ કરવામાં આવી રહી છે

મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલ અને વરસાદના આધારે ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું છે જો કે, વાવેતર કરી રહ્યા હતા ત્યારે કેનાલમાં પાણીની આવક ચાલુ હતી અને બાદમાં થોડો વરસાદ પણ થયો હતો જો કે, વાવેતર કરી દેવામાં આવ્યું ત્યાર પછી નથી વરસાદ કે નથી કેનાલમાં પાણી જેથી આ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા અને વાવણી કરીને બેઠેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે, માળિયા તાલુકાના ગામડાઓમાં સિચાઈ માટે પાણીની કોઈ વ્યવસ્થા નથી ત્યારે નર્મદાની માળીયા કેનાલની અંદર સિંચાઇનું પાણી આવે તેમાંથી સિચાઈનું પાણી મળશે તેવી અપેક્ષા સાથે જ ખેડુતોએ વાવણી કરી હોય છે જો કે, હાલમાં નર્મદાની માળિયા કેનાલમાં પાણી તો છોડવામાં આવે છે પરંતુ તે છેવાડાના ગામો સુધી પહોચતું નથી

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલના આધારે સિચાઈનું પાણી મેળવતા જુદા જુદા ૧૫થી વધુ ગામના ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે સરકારી બાબુઓ અને સરકાર દ્વારા ખેડૂતોને સિચાઈ માટે નર્મદાની કેનાલમાં નર્મદાનું પાણી આપવામાં આવે તેના માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે હવે નર્મદાની માળિયા કેનાલમાંથી છેવાડાના ૧૫ ગામ સુધી પાણી પહોચડવા માટે તંત્ર વાહકો દોડતા થયા છે અને નર્મદા નિગમ, વિજ બોર્ડ અને પોલીસ વિભાગની ટીમો દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે અને માળિયા તાલુકાના સુલતાનપર, ચીખલી, માણાબા, કુંભરિયા, વધારવા, વિજયનગર, ખીરઈ સહિતના ગામના ખેડૂતોને સિચાઇનું પાણી આપવા માટે અધિકારી દોડતા થયા છે

આ કેનાલના છેવાડાના ૧૫ ગામ સુધી સિચાઈનું પાણી કેનાલ મારફતે પહોચે તે માટે ગેરકાયદે પાણી લેનારાના ધડોઘડ કનેકશન કટ કરવામાં આવી રહ્યા છે દર વર્ષે વાવેતર કરવામાં આવે પછી સિચાઈના પાણી માટે હાલાકી હોય છે તે હકકિત છે અને હાલમાં નર્મદા નિગમના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હળવદ તાલુકાના માલણીયાદ થી અજીતગઢ ગામ સુધીના વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની માળીયા કેનાલ ઉપર સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર કેનાલની અંદર સબમર્સીબલ પંપ (દેડકા) ઉતારીને વીજ પુરવઠાનો ઉપયોગ કરીને કેનાલમાંથી પાણી ખેંચતા હોય તેવા ગેરકાયદે કનેક્શન તેમજ બકનળીને કાઢવામાં આવી રહી છે આમ કેનાલમાંથી કરવામાં આવતી પાણીચોરીને અટકાવવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News