મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કોમ્પ્લેક્સ પાસે ઊભેલી કારમાંથી દારૂની 109 બોટલ સાથે એક શખ્સ પકડાયો


SHARE











વાંકાનેર નજીક કોમ્પ્લેક્સ પાસે ઊભેલી કારમાંથી દારૂની 109 બોટલ સાથે એક શખ્સ પકડાયો

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ધાર નેશનલ હાઇવે રોડની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સ સામે ખુલ્લા મેદાનમાં વેગનાર ગાડી પડી હતી જેમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે કારમાંથી દારૂની નાની 109 બોટલો મળી આવી હતી જેથી કરીને દારૂ અને ગાડી સહિત કુલ મળીને 2,58,720 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી એક આરોપીની ધરપકડ કરી હતી.

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લિંબાળા ધાર નેશનલ હાઈવે રોડની બાજુમાં આવેલ કેનેડી કોમ્પ્લેક્સ સામે ખુલ્લા મેદાનમાં વેગનાર ગાડી નંબર જીજે 36 એએલ 2554 ઉભી હતી જેમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળતા પોલીસે ગાડીને ચેક કરી હતી અને ત્યારે તે ગાડીમાંથી દારૂની નાની 109 બોટલો મળી આવી હતી જેથી કરીને 8720 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 2.5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 2,58,720 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી રાજદિપસિંહ રઘુરાજસિંહ વાળા (25) રહે. ગારીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ પર આવેલ સરસંગ ટેકરી મંદિર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હરેશભાઈ પ્રેમજીભાઈ ડઢાણીયા (54) રહે. મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News