મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ટંકારામાં આવેલ દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં વાહનની સર્વિસ બાબતે બોલાચાલી બાદ કરી તોડફોડ: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







ટંકારામાં આવેલ દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં વાહનની સર્વિસ બાબતે બોલાચાલી બાદ કરી તોડફોડ: જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં વાહનની સર્વિસ કરવા બાબતે ત્યાં કામ કરતા મજૂરો સાથે બોલાચાલી કરીને બેફામ ગાળો આપી હતી તેમજ મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે અને ત્યાં રાખવામાં આવેલ વસ્તુઓમાં તોડફોડ કરવામાં આવી હતી જેથી સર્વિસ સ્ટેશનના માલિક દ્વારા હાલમાં એક શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

ટંકારામાં મોરબી નાકાની બાજુમાં રહેતા આરીફભાઈ આસમભાઈ અબરાણી (35)એ હાલમાં કાસમભાઈ ઇબ્રાહીમભાઇ અમરોણીયા રહે. ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ તેઓના દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં કામ કરતા મજૂરો સાથે આરોપીએ સર્વિસ કરાવવા બાબતે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સર્વિસ સ્ટેશનમાં રાખવામાં આવેલ નળી, ડોલ, ઈલેક્ટ્રીક બોર્ડ વગેરે ચીજ વસ્તુઓમાં તોડફોડ કરી હતી તેમજ શટરમાં લોખંડના પાઇપ મારીને નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક ચોરી

મોરબીના નાનીવાવડી ગામ નજીક બગથળા રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા લખજી રોહસિંગ સોઢા (32)અજાણ્ય શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના વાવડી રોડ ઉપર ભક્તિનગર સોસાયટી સંત કબીર આશ્રમ પાસે દેવીસિંગ રાઠોના ઘર સામે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એક્યુ 6410 પાર્ક કરીને મૂક્યું હતું જે 1.16 લાખનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News