મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મનપાની કાર્યવાહી: મોરબીમાં ઢોર પકડવાની ટીમે પાસેથી છોડાવી ગયેલ ઢોરને તે સ્થળેથી પકડવામાં આવ્યું


SHARE







મનપાની કાર્યવાહી: મોરબીમાં ઢોર પકડવાની ટીમે પાસેથી છોડાવી ગયેલ ઢોરને તે સ્થળેથી પકડવામાં આવ્યું

મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે મહાપાલિકાની ઢોર પકડવા માટેની ટીમ થોડા દિવસો પહેલા કરવામાં આવી રહી હતી ત્યારે બે શખ્સો ત્યાં આવ્યા હતા અને મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને ગાળો આપીને પકડાયેલ ઢોરને છોડાવી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે મહાપાલિકાના કર્મચારીઓએ બંને શખ્સોની સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ છે ત્યાર બાદ જે ઢોરને છોડાવી ગયા હતા તે ઢોરને તે જ જગ્યાએથી મનપાની ઢોર પકડવાની ટિમ દ્વારા પકડવામાં આવેલ છે.

મોરબીના ખાખરેચી દરવાજા પાસે ગત તા. 9/ના રોજ સવારે 9:45 વાગ્યાના અરસામાં રખડતા ઢોરને પકડવા માટેની મનપાની ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન ત્યાં ગાયને પકડવામાં આવી હતી જેથી કરીને બે શખ્સોએ ત્યાં આવીને મનપાના સ્ટાફની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી વિપુલભાઈ લખમણભાઇ છૈયા (29)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ દેવાભાઈ તથા વિજયભાઈ રાતડીયા રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે ત્યારે બાદ મનપાની ઢોર પકડવાની કામગીરી કરતી ટીમે મોરબીના ખાખરેચી દરવાજ પાસે જે જગ્યાએ માથાકૂટ કરીને ઢોરને છોડાવવામાં આવ્યું હતું તે જગ્યાએ જઈને ઢોરને પકડીને ડબ્બે પૂરવાની કામગીરી કરી હતી.






Latest News