મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે ઓવરબ્રિજના ખાડા નેશનલ હાઇવે ઓથોરિટીને ધ્યાને નથી આવતા..? : લોકો હેરાન


SHARE











મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે ઓવરબ્રિજના ખાડા નેશનલ હાઇવે ઓથોરિટીને ધ્યાને નથી આવતા..? : લોકો હેરાન

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે હાઇવે ઓથોરિટી દ્વારા વર્ષો પહેલા ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે જોકે આ અવર બ્રિજ અગાઉ અનેક વખત રીપેર કરવા માટે થઈને કામગીરી કરવામાં આવી છે તો પણ આજની તારીખે આ ઓવર બ્રિજની ઉપરના ભાગમાં અને ઓવરબ્રિજના ઢાળ ઉપર અડધા અડધા ફૂટના લોકોના વાહનમાં નુકસાન કરે લોકોને શારીરિક નુકસાન કરે તેવા ખાડા પડી ગયા છે તેમ છતાં પણ આ ખાડાને બુરવા માટેની લેસમાત્ર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી.

જ્યારે જ્યારે કામગીરી કરવામાં આવે છે ત્યારે માત્રને માત્ર માટીના ઢગલા કરવામાં આવતા હોવાથી આ ઓવર બ્રિજ ઉપરથી માળીયાથી કચ્છ બાજુ અને કચ્છથી માળિયા બાજુ અવરજવર કરતા ઓવરલોડ વાહનો પૈકી મોટા ભાગે હેવી વાહનો પસાર થતા હોય ખાડામાં જે માટીના  ઢગલા કરવામાં આવે છે તે માટી રોડ સાઈડમાં અથવા તો રોડની વચ્ચે ઢગલા થઈને નીકળી જતી હોય છે અને ખાડા યથાવત રહેતા હોય છે જેથી કરીને વાહન ચાલકોને આ રસ્તા ઉપરથી ચાલવું માથાના દુખાવા સમાન બની રહ્યું છે આ રસ્તા ઉપરથી રોજિંદા નીકળતા વાહન ચાલકોના કહેવા પ્રમાણે એક બે દિવસથી એક બે મહિનાથી નહીં પરંતુ આ પુલ જ્યારથી બન્યો છે ત્યારથી આ ઓવરબ્રિજ ઉપર અનેક જગ્યાએ ખાડા છે અને અવારનવાર આ બ્રિજ ઉપર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે જેમાં લોકોને ઇજાઓ થતી હોય છે તેમજ ઘણી વખત જીવલેણ અકસ્માત પણ સર્જાય છે તો વહેલામાં વહેલી તકે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા માળિયા ફાટક પાસે જે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે તે ઓવરબ્રીજની મુલાકાત લઈને ત્યાં જે જીવલેણ ખાડા આવેલા છે તે ખાડાઓને બુરવામાં આવે તેવી વાહનચાલકોની લાગણી અને લાગણી છે તેની સાથોસાથ જો વાત કરીએ તો સર્કિટ હાઉસ પાસે આવેલ સોસાયટી વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે રસ્તામાં પડેલા મસ મોટા ખાડામાં રાત્રિ દરમિયાન પસાર થતાં કન્ટેનર લઈને જતા ટ્રક સહિતના ભારે વાહનો ધડાધડ પછડાતા હોવાથી મોટા અવાજના કારણે લોકોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે જેથી કરીને લોકોને આ પીળામાંથી મુક્તિ મળે તે માટે વેલી તકે માળિયા ફાટક ઓવર બ્રિજ ઉપર પડેલા મસ મોટા ખાડાઓને પુરવામાં આવે તેમજ વાંકાનેરથી લઈને માળિયા સુધીના નેશનલ હાઈવે ઉપર અને તેના સર્વિસ રોડમાં જે પણ ખાડા ખબડા છે તેને બુરીને લોકોને રોડની સારી સુવિધા આપવામાં આવે તેવી લોકોની માંગણી છે.






Latest News