અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

ગ્રામજનોની જીત : મોરબીના પાનેલી ગામે નવું ગામતળ મંજૂર


SHARE





ગ્રામજનોની જીત: મોરબીના પાનેલી ગામે નવું ગામતળ મંજૂર

મોરબીના પાનેલી ગામે ગ્રામ સભામા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને પોતાના હક્ક માટે લોકોમાં અભુતપૂર્વ જાગૃતિ જોવા મળી હતી અને આ ગામના લોકો માટે ગામતળ મંજૂર કરાવવા માટે ગામના લોકોએ ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલને તમામ સહયોગ આપવાની ખાતરી આપેલ હતી તેવામાં નવું ગામતળ મંજૂર કરી દેવામાં આવ્યું  છે જેથી કરીને ગામના લોકોમાં હર્ષની લાગણી છે. 

સરપંચે જણાવ્યુ હતું કે, છેલ્લા બે દિવસથી સાંસદ મોહનભાઈ કુંડારીયાને સમસ્ત પાનેલી ગામની ગામતળ માટેની માંગણી અને રજુઆત કરવામાં આવી હતી અને આ સફળ રજુઆતને ધ્યાને રાખીને જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ દ્વારા પ્રાંત અધિકારી, સર્કલ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી બધા જ એકબીજા સાથે સંકલન કરીને ગામતળ મંજૂર કરતો હુકમ કરીને રૂબરૂ પાનેલી ગ્રામ પંચાયતે આવીને સરપંચ ગૌતમભાઈ હડિયલને હાથોહાથ તેનો હુકમ આપવામાં આવેલ છે જેથી સમસ્ત પાનેલી ગ્રામજનો તથા મોહનભાઈ કુંડારીયા, કલેકટરપ્રાંત અધિકારીમામલતદાર તથા સર્કલ ઓફિસરનો સરપંચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.




Latest News