ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવાગામ-લીલાપર વચ્ચે થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના નવાગામ-લીલાપર વચ્ચે થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના નવાગામ અને લીલાપર ગામની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા નવાગામના રહેવાસી યુવાનને રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ (લીલાપર) ના વતની હરેશભાઇ માવજીભાઈ જાદવ નામનો ૨૫ વર્ષનો યુવાન નવાગામ અને લીલાપર વચ્ચેથી વાહનમાં જતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના જોન્સનગર વિસ્તાર પાસે રહેતા સુભાષગીરી ભજનગીરી ગોસાઈ નામના ૩૦ વર્ષના યુવાનને તા.૧૭ ના રાત્રીના દસેક વાગ્યે માળિયા ફાટક પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશન રાજેશભાઈ દૂદકીયા નામના ૧૯ વર્ષના યુવાનને તેના રહેણાંક વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા

મોરબીના રવાપર (નદી) ગામે રહેતા લક્ષ્મીબેન રાજેશભાઈ નામની ૩૫ વર્ષીય પરણીતાને તેના પતિ દ્વારા પેટના ભાગે માર મારવામાં આવતા લક્ષ્મીબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં નાની બજારમાં રહેતા સઇદાબેન એસ. ભીમાણી નામના ૫૨ વર્ષીય મહિલાને તેમના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ હળવદના ધણાદ ગામે રહેતા વસુબેન પ્રેમજીભાઈ વાઘેલા નામની ૩૦ વર્ષની મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી ગામે રહેતા કિશોરભાઈ પરસોતમભાઈ ભલગામડીયા નામના ૫૨ વર્ષના આધેડને મહેન્દ્રનગર ચોકડી પાસે હરિગુણ સોસાયટી નજીક બાઇક અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.જયારે મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર ચોકડી નજીક પર્થ પેપર મીલ પાસે રહેતા વિનોદભાઈ બંસીલાલનો પાંચ વર્ષનો પુત્ર અનીષ કારખાના નજીક આવેલ દુકાને વસ્તુ લેવા માટે ગયો હતો ત્યારે ત્યાં તેને કોઈએ માર મારતા સારવારમાં લઈ જવાયો હતો. તેમજ મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા કેશવ જયપ્રકાશભાઈ નામના ૨૨ વર્ષના યુવાનને શહેરના વાવડી રોડ હનુમાન મંદિર પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં લઈ જવાયો હતો






Latest News