મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદીરના અગ્રણીઓએ ૭૮ દીવંગતોના અસ્થિઓનુ ત્રિવેણી સંગમ કર્યું વિસર્જન


SHARE







મોરબી જલારામ મંદીરના અગ્રણીઓએ ૭૮ દીવંગતોના અસ્થિઓનુ ત્રિવેણી સંગમ કર્યું વિસર્જન

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે. હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે દીવાળીના પર્વ ઉપર સુર્યગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૦ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૭૮ દીવંગતોના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૧૯ ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા છે આ સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, નિર્મિતભાઈ કક્કડ, નરસીભાઈ રાઠોડ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાયા હતા.






Latest News